)
Eighth Pay Commission: આઠમાં પગાર પંચની છેલ્લા એક વર્ષથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. પગાર પંચની રચનામાં થઈ રહેલા વિલંબ અને તેને લઈને અત્યાર સુધી જોવા મળેલી અનિશ્ચિતતાઓ વચ્ચે આ સમાચાર રાહતભર્યા હોઈ શકે છે. કેન્દ્ર સરકારે આ વિશે સ્પષ્ટ કરતા કહ્યું કે તે રાજ્ય સરકારો સાથે આઠમાં પગાર પંચના મામલા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે અને પગાર પંચની પેનલને લઈને જલ્દી નિર્ણય લેવામાં આવી શકે છે.
ભારતીય મજૂર સંઘ એટલે કે બીએમએસની સર્વોચ્ચ સંસ્થા, સરકારી કર્મચારી રાષ્ટ્રીય પરિષદ (GENC) ના એક પ્રતિનિધિમંડળે ગયા મહિને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને મળ્યા હતા. આ દરમિયાન આઠમા પગાર પંચના અમલીકરણમાં વિલંબ અને સરકારી કર્મચારીઓની ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આઠમાં પગારની જલ્દી થશે જાહેરાત
ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં આઠમાં પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેમાં કોઈ પ્રગતિ થઈ નથી. કારણ કે કર્મચારી પગાર પંચના સભ્યોની નિમણૂંક અને ટર્મ ઓફ રેફરન્સ (ToR) ની પ્રતીક્ષા કરી રહ્યાં છે.
કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહ સાથે થયેલી બેઠકમાં ડેલિગેશને ઘણા મુદ્દા ઉઠાવ્યા હતા. તેમાં આઠમાં પગાર પંચમાં વિલંબ, નેશનલ પેન્શન સ્કીમ અને યુનિફાઇડ સ્કીમને હટાવવા, ઓલ્ડ પેન્શન સ્કીમ બહાલ કરવા અને કોવિડ-19 દરમિયાન રોકવામાં આવેલા 18 મહિનાના બાકી ડીએ સહિત અન્ય ચિંતાઓ સામેલ હતી.
કેન્દ્રીય મંત્રીએ આપ્યું આશ્વાસન
જિતેન્દ્ર સિંહ તરફથી આશ્વાસન આપવામાં આવ્યું કે જલ્દી આઠમાં પગાર પંચના સભ્યોની રચના કરવામાં આવશે અને ઓલ્ડ પેન્શ સ્કીમને લઈને પેન્શન સેક્રેટરી સાથે જલ્દી બેઠક કરાવવામાં આવશે. તેમણે કન્ફેડરેશનને તે પણ કહ્યું કે ઓલ્ડ પેન્શન સ્કીમની બહાલી માટે પેન્શન સેક્રેટરી સાથે જલ્દી ફોલોઅપ બેઠક કરાવવામાં આવશે. સાથે અન્ય મુદ્દા માટે નિયમિત રીતે જેસીએમ બેઠક યોજવામાં આવશે.