ટ્રમ્પના ટેરિફ જાહેરાત બાદ ભારતની આ કંપનીઓના શેર્સમાં ઘટાડો, આ ક્ષેત્રમાં નહીં થાય કોઈ અસર!

નિષ્ણાતોના મતે, ટેરિફની ચર્ચાને કારણે ગઈકાલે બજારમાં 0.75%નો વધારો નોંધાયો હતો. પરંતુ ટેરિફ જાહેર થયા બાદ આજે, 3 એપ્રિલ, 2025ના રોજ બજારમાં 0.5%નો ઘટાડો જોવા મળ્યો, જેમાં હળવી રિકવરીના સંકેત પણ દેખાયા.

ટ્રમ્પના ટેરિફ જાહેરાત બાદ ભારતની આ કંપનીઓના શેર્સમાં ઘટાડો, આ ક્ષેત્રમાં નહીં થાય કોઈ અસર!

Reciprocal Tariff: અમેરિકામાં જાન્યુઆરી 2025માં નવી સરકાર સત્તામાં આવ્યા બાદ ભારત સહિત વિવિધ દેશો પર ટેરિફ લાગુ કરવાની અટકળો ચાલી રહી હતી, જે હવે સ્પષ્ટ થઈ ગઈ છે. અમેરિકા દ્વારા ભારત પર અપેક્ષા કરતાં ઓછો એટલે કે 26% ટેરિફ લાદવામાં આવ્યો છે. જોકે, આ ટેરિફની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. 

Add Zee News as a Preferred Source

નિષ્ણાતોના મતે, ટેરિફની ચર્ચાને કારણે ગઈકાલે બજારમાં 0.75%નો વધારો નોંધાયો હતો. પરંતુ ટેરિફ જાહેર થયા બાદ આજે, 3 એપ્રિલ, 2025ના રોજ બજારમાં 0.5%નો ઘટાડો જોવા મળ્યો, જેમાં હળવી રિકવરીના સંકેત પણ દેખાયા. સેન્સેક્સમાં 300 પોઇન્ટ અને નિફ્ટીમાં 80 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટાડાની બજાર પર લગભગ 20% અસર જોવા મળી, જેમાં ઓટો પાર્ટ્સ, ટાયર કંપનીઓ અને અન્ય કેટલીક કંપનીઓનો સમાવેશ થાય છે. 

જોકે, ફાર્માસ્યુટિકલ અને આઇટી સેક્ટર પર કોઈ નોંધપાત્ર અસર નહીં થાય તેવું નિષ્ણાતો જણાવે છે, જેને તેઓ એક સકારાત્મક બાબત ગણાવે છે. આ ઉપરાંત, નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હોવાથી બજાર પર ટેરિફની ઓછી અસર પડી હોવાનું દેખાય છે. નિષ્ણાતોએ રોકાણકારોને ચિંતા ન કરવા અને આ ઘટાડાને રોકાણની તક તરીકે જોવાની સલાહ આપી છે. સાથે જ, આગામી થોડા દિવસોમાં બજાર સ્થિર રહેવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.

(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news