)
Investment Tips: હાલમાં માર્કેટ ઊંચા વેલ્યુએશન પર છે, તો શું કોઈએ તરત જ ડાઇવર્સિફાઇડ ઇક્વિટી ફંડમાં એકસામટી રકમનું રોકાણ કરવું જોઈએ કે પછી નિયમિત માસિક સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) પસંદ કરવો જોઈએ?
જો તમે SIP પસંદ કરો છો, તો તેમાં પણ આ સવાલ રહે છે કે કેટલું અને કેવી રીતે રોકાણ કરવું? એટલે કે, ધીમે ધીમે દર મહિને કે પછી વર્ષમાં એકવાર એકસામટું રોકાણ કરવું? આનો જવાબ તેના રિટર્નથી નક્કી થશે. માની લો કે તમે દર મહિને 10,000નું રોકાણ કરવા માંગો છો, એટલે કે વર્ષમાં ₹1.2 લાખ. તો શું આ યોગ્ય રહેશે કે તમે દર મહિને ધીમે ધીમે રોકાણ કરવાને બદલે, એકસાથે 1.2 લાખનું રોકાણ કરી દો?
શું કહે છે ગણિત?
ગણિત કહે છે કે એકસાથે રોકાણ કરવું વધુ સમજદારીભર્યું છે. કારણ કે આખી રકમ પહેલા દિવસથી જ કમ્પાઉન્ડ થવાનું શરૂ કરી દે છે, જે અલગ-અલગ SIP ઇનફ્લો કરતાં વધુ હોય છે. ચાલો માની લઈએ કે વર્ષભરના રોકાણ પર તમને 10%, 12% કે 15%નું રિટર્ન મળી રહ્યું છે.
| રિટર્ન રેટ | ₹10,000 માસિક SIPનું 10 વર્ષ પછીનું મૂલ્ય | ₹1.2 લાખનું વાર્ષિક (એકસામટું) રોકાણનું 10 વર્ષ પછીનું મૂલ્ય |
10% 21.2 લાખ 23 લાખ
12% 23.9 લાખ 26 લાખ
15% 28.8 લાખ 31.5 લાખ
10% ના દરે દર મહિને 10,000નું રોકાણ 10 વર્ષમાં 21.2 લાખનું મૂલ્ય બની જશે. જો 12%નું રિટર્ન મળે તો 23.9 લાખ અને 15%નું રિટર્ન મળે તો 28.8 લાખ રૂપિયા બનશે. જોકે, જો તમે એકસાથે વાર્ષિક 1.2 લાખનું રોકાણ કરો છો, તો 10 વર્ષ પછી 10%ના દરે રિટર્ન 23 લાખ રૂપિયા હશે. જ્યારે 12%ના દરે ₹26 લાખ અને 15%ના દરે 31.5 લાખ રૂપિયા હશે. આ તફાવત 15 વર્ષ, 20 વર્ષ અને 25 વર્ષમાં વધુ મોટો બની જાય છે. એટલે કે, એ વાત સ્પષ્ટ છે કે એકસામટું રોકાણ (Lumpsum Investment) તમારા કોર્પસને વધુ મોટું બનાવશે.