)
આધાર કાર્ડ આજે દરેક ભારતીય નાગરિકની ઓળખનો મહત્વનો દસ્તાવેજ છે. સરકારી યોજનાઓથી લઈને બેન્કિંગ સેવાઓ, મોબાઇલ લિમ અને ટેક્સ ફાઇલિંગ સુધી, દરેક જગ્યાએ આધારની જરૂર પડે છે. તેવામાં જો તમારા આધારમાં કોઈ ભૂલ છે તો તેને સુધારવી ખૂબ જરૂરી છે. UIDAI (Unique Identification Authority of India) તમને આધાર અપડેટ કરવાની સુવિધા આપે છે, પરંતુ તેના કેટલાક નિયમ પણ છે. આવો જાણીએ આધાર કાર્ડમાં કઈ જાણકારી કેટલીવાર સુધારી શકાય છે.
આધાર કાર્ડમાં નામ બદલવાનો નિયમ
UIDAI અનુસાર આધારમાં નામ મહત્તમ 2 વખત બદલી શકાય છે.
આ સુવિધા ખાસ કરી મહિલાઓ માટે ઉપયોગી છે, જે લગ્ન બાદ પોતાની સરનેમ બદલવા ઈચ્છે છે.
નામમાં સ્પેલિંગ મિસ્ટેક કે કોઈ અન્ય કારણે પણ સુધાર કરાવી શકાય છે.
ડેટ ઓફ બર્થ (DOB) ને જીવનમાં માત્ર એક વખત બદલી શકાય છે.
જો તમારી જન્મ તારીખમાં કોઈ નાની કે મોટી ભૂલ હોય તો તેને ધ્યાનથી જુઓ સાચા દસ્તાવેજની સાથે માત્ર એક વખત અપડેટ કરાવો.
જેન્ડર સુધારનો નિયમ
આધાર કાર્ડમાં જેન્ડરમાં ભૂલ હોય તો માત્ર એક વખત સુધારી શકાય છે.
તેમાં Male, Female કે Transgender જેવી એન્ટ્રી સામેલ છે.
સરનામું (Address) બદલવાનો નિયમ
આધાર કાર્ડમાં સરનામું બદલવાનો કોઈ નિયમ નથી. તમે ગમે એટલી વખત તેમાં ફેરફાર કરી શકો છો. જો તમે ભાડે રહો છો કે હંમેશા લોકેશન બદલો છો તો લાઇટ બિલ, બેંક સ્ટેટમેન્ટ, ભાડા કરાર જેવા દસ્તાવેજો દ્વારા ઓનલાઈન સરનામું બદલી શકો છો.
આધાર સાથે લિંક મોબાઇલ નંબર કેટલીવાર બદલી શકાય?
આધાર સાથે જોડાયેલ નંબર તમારા OTP વેરિફિકેશનથી જોડાયેલો હોય છે.
સારી વાત છે કે UIDAI એ મોબાઇલ નંબર બદલવા માટે કોઈ લિમિટ લગાવી નથી.
તમે ઈચ્છો એટલી વખત ફોન નંબર બદલી શકો છો તે માટે તમારે આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે.
FAQs
પ્રશ્ન 1. શું હું મારા આધાર કાર્ડને સંપૂર્ણપણે ફરીથી જારી કરી શકું છું?
ના, તમે ફક્ત આધારમાં માહિતી અપડેટ કરી શકો છો, નવું બનાવી શકતા નથી.
પ્રશ્ન 2. શું આધારમાં ફોટો બદલી શકાય છે?
હા, તમે આધાર કેન્દ્ર પર તમારો ફોટો અપડેટ કરી શકો છો; કોઈ મર્યાદા નથી.
પ્રશ્ન 3. આધાર અપડેટમાં કેટલો સમય લાગે છે?
તેમાં સામાન્ય રીતે 7 થી 90 દિવસનો સમય લાગી શકે છે.
પ્રશ્ન 4. આધારમાં તમારું સરનામું અપડેટ કરવાની ફી કેટલી છે?
આધાર સેવા કેન્દ્ર પર તમારું સરનામું અપડેટ કરવાની ફી ₹૫૦ છે.