)
Stock Market News: સ્મોલકેપ સ્ટોક આદિત્ય વિઝન લિમિટેડ રોકેટ બની ગયો છે. આદિત્ય વિઝનના શેર સોમવારે BSEમાં ઈન્ટ્રા ડે દરમિયાન 13 ટકાથી વધુની તેજી સાથે 483.65 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેરનું વોલ્યુમ સોમવારે BSE માં 5 ગણાથી વધુ વધી ગયા છે. છેલ્લા પાંચ વર્ષથી ઓછા સમયમાં આદિત્ય વિઝનના શેરમાં 19000 ટકાની તેજી જોવા મળી છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 574.95 રૂપિયા છે. આદિત્ય વિઝનના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 328.25 રૂપિયા છે.
1 લાખના બનાવી દીધા 1.9 કરોડ રૂપિયા
આદિત્ય વિઝન લિમિટેડના સ્ટોકે મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. સ્મોલકેપ કંપનીના શેર 18 સપ્ટેમ્બર 2020ના 2.47 રૂપિયા પર હતા. કંપનીના શેર 18 ઓગસ્ટ 2025ના 483.65 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેરમાં આ દરમિયાન 19375 ટકાની તેજી આવી છે. જો કોઈ વ્યક્તિએ 18 સપ્ટેમ્બર 2020ના આદિત્ય વિઝનના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાનું રોકાણ યથાવત રાખ્યું હોત તો વર્તમાન સમયમાં તેની વેલ્યુ 1.95 કરોડ રૂપિયા હોત. આદિત્ય વિઝન લિમિટેડનું માર્કેટ કેપ સોમવારે 6170 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે.
10 ટુકડામાં શેરનું વિભાજન કરી ચૂકી છે કંપની
મલ્ટીબેગર કંપની આદિત્ય વિઝન લિમિટેડે પોતાના શેર સ્પ્લિટ કર્યાં હતા. કંપનીએ ઓગસ્ટ 2024મા પોતાના શેરને 10 ટુકડામાં વિભાજિત કર્યાં હતા. કંપનીએ 10 રૂપિયાથી એક શેરની ફેસ વેલ્યુ ઘટાડી 1 રૂપિયો કરી દીધી હતી. છેલ્લા પાર વર્ષમાં કંપનીના શેરમાં 595 ટકાથી વધુની તેજી આવી છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)