અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલા બાદ ક્રુડ ઓઈલના ભાવમાં 'ભડકો'

Petrol -Diesel (પેટ્રોલ-ડીઝલ)ના ભાવોમાં વધારાને હવે કોઈ રોકી શકે તેમ નથી. બુધવારે સવારે ઈરાન (Iran) દ્વારા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરાયા બાદ ક્રુડ ઓઈલના ભાવોમાં મોટો ઊછાળો આવ્યો છે.

Updated By: Jan 8, 2020, 11:14 AM IST
અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલા બાદ ક્રુડ ઓઈલના ભાવમાં 'ભડકો'

નવી દિલ્હી: Petrol -Diesel (પેટ્રોલ-ડીઝલ)ના ભાવોમાં વધારાને હવે કોઈ રોકી શકે તેમ નથી. બુધવારે સવારે ઈરાન (Iran) દ્વારા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરાયા બાદ ક્રુડ ઓઈલના ભાવોમાં મોટો ઊછાળો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવોમાં 3.5 ટકાનો વધારો થયો છે. જેનો સીધો અર્થ એ થાય છે કે આગામી કેટલાક દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો જોવા મળશે. 

ઈરાન: યુક્રેનનું પેસેન્જર વિમાન તેહરાનમાં ક્રેશ, તમામ મુસાફરોના મોત

ગત અઠવાડિયાથી રોજેરોજ ભાવ વધ્યા છે
પહેલી જાન્યુઆરીથી લઈને દેશના તમામ પેટ્રોલ પંપોમાં પેટ્રોલ ડીઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેલ વિતરણ કંપનીઓ રોજ ભાવોમાં વધારો કરી રહી છે. મંગળવારે મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં પાંચ પૈસા વધ્યાં હતાં. જ્યારે ડીઝલના ભાવોમાં દિલ્હી કોલકાતા અને ચેન્નાઈમાં 11 પૈસા અને મુંબઈમાં 12 પૈસા વધારો થયો હતો. જો કે આજના ભાવ જોવા જઈએ તો આજે તેલ કંપનીઓએ ભાવ વધાર્યા નથી. 

જુઓ LIVE TV

ઈરાન અમેરિકા વચ્ચે તણાવથી આયાત ખર્ચ વધશે
હકીકતમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવના કારણે ક્રુડ ઓઈલના આયાત ખર્ચમાં વધારો થાય તેવો અંદેશો છે. આ મામલાના જાણકાર જણાવે છેકે ભારતે ક્રુડ ઓઈલ માટે લગભગ 51,000 કરોડ રૂપિયા વધુ ચૂકવવા પડી શકે છે. અત્રે જણાવીએ કે ક્રુડ ઓઈલની કિંમત સ્થાયી રીતે એક ડોલર પ્રતિ બેરલ વધવાથી ભારતનો ક્રુડ ઓઈલ આયાત ખર્ચ વાર્ષિક આધારે 1.6 અબજ ડોલર (11,531 કરોડ રૂપિયા) વધે છે. 

ઈરાનમાં પ્લેન ક્રેશ થયું તે પહેલા જ આવ્યો ભૂકંપ, ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પાસે 4.9ની તીવ્રતા મપાઈ

ભારત 80 ટકાથી વધુ ક્રુડ ઓઈલ આયાત કરે છે
એક અધિકૃત રિપોર્ટ મુજબ પીપીએસીના હવાલે કહેવાયું છે કે ભારત પેટ્રોલિયમ પેદાશોનો દુનિયાનો સૌથી મોટો ખરીદાર દેશ છે. ભારત પોતાની જરૂરિયાતના 80 ટકા ક્રુડ ઓઈલ અને લગભગ 40 ટકા પ્રાકૃતિક ગેસની પૂર્તિ આયાત કરીને કરે છે.