એક સ્માર્ટ નિર્ણય અને અમિતાભ કમાઈ ગયા અઢી વર્ષમાં અબજ રૂ.નો નફો

એક અંગ્રેજી અખબારમાં આવેલા અહેવાલ પ્રમાણે બિગ બીને બિટકોઇનમાં કરેલું રોકાણ ફળ્યું છે

Updated By: Dec 20, 2017, 05:08 PM IST
એક સ્માર્ટ નિર્ણય અને અમિતાભ કમાઈ ગયા અઢી વર્ષમાં અબજ રૂ.નો નફો
1.6 કરોડ રૂ.નું રોકાણના મળ્યા 114 કરોડ રૂ.

નવી દિલ્હી : ક્રિપ્ટો કરન્સી બિટકોઇન (Bitcoin) વિશે હાલમાં ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. આ ડિજીટલ કરન્સી હાલમાં પોતાના હાઇ રેકોર્ડના કારણે ચર્ચામાં છે. આ કરન્સીમાં રોકાણ કરનારને સારો એવો ફાયદો થાય છે અને એનો ફાયદો ઉઠાવનાર હસ્તીઓમાં બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન પણ શામેલ છે. એક અંગ્રેજી અખબારમાં પબ્લિશ થયેલા સમાચાર પ્રમાણે  બિટકોઈનમાં રોકાણ કરીને અમિતાભ બચ્ચનને અબજ રૂ.નો નફો કર્યો છે. 

અંગ્રેજી અખબાર ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે બચ્ચનપરિવારે લગભગ અઢી વર્ષ પહેલાં 2015ના મે મહિનામાં (Bitcoin)માં 1.6 કરોડ રૂ.નું રોકાણ કર્યું હતું. હવે એની કિંમત 114 કરોડ રૂ. થઈ ચૂકી છે. આમ, અમિતાભ બચ્ચન માત્ર બિટકોઇનના આધારે જ અબજપતિ બની ગયા છે. અમિતાભ બચ્ચને દીકરા અભિષેક સાથે મળીને આ પર્સનલ ઇ્ન્વેસ્ટમેન્ટ કર્યું હતું. તેમણે સિંગાપુરની ફર્મ મેરિડિયન ટેક પીટીઇમાં 1.6 કરોડ રૂ.નું રોકાણ કર્યું હતું. 

સિંગાપોરની આ ફર્મના ફાઉન્ડર વેકંટ શ્રીનિવાસ મીનાવલ્લી છે. મેરિડિયનની મુખ્ય સંપત્તિ Ziddu.com છે. ગયા અઠવાડિયે Ziddu.comની વિદેશી કંપની લોન્ગફિન કોર્પો.એ ખરીદી લીધી હતી. આ અધિગ્રહણ લોન્ગફિન કોર્પ.ના અમેરિકન સ્ટોક્ એક્સચેન્જ નેસ્ડેક પર લિસ્ટિંગના બે દિવસ પછી કરવામાં આવ્યું છે.  Ziddu અલગઅલગ દેશોમાં બિટકોઇન સહિત વર્ચુઅલ કરન્સીનો વપરાશ કરીને માઇક્રોફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ કરાવે છે.