નવી દિલ્હી: કોરોના કાળમાં ઇમ્યુનિટીને સારી રાખવી સૌથી જરૂરી છે. તેને ધ્યાનમાં રાખતા અમૂલે એપ્રિલમાં જ હળદરવાળું દૂધ લોન્ચ (haldi doodh of amul) કર્યું હતું. અને હવે ગ્રાહકોને જલદી આઇક્રીમનો સ્વાદ પણ મળશે. અમૂલે હળદરવાળી આઇસક્રીમ (hald ice creame of amul) લોન્ચ કરી છે. તેમાં હળદર અને દૂધ ઉપરાંત તમને મધ, કાળુ મરચું, ખજૂર, કાજૂ અને બદામનો સ્વાદ પણ મળશે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ કર્યું ટ્વિટ
અમૂલે આ વિશે ટ્વિટ કરીને ગ્રાહકોને જણાવ્યું છે. કંપની ટ્વિટમાં લખ્યું છે કે આ આઇસક્રીમને તમે એંજોય તો કરશો જ સાથે જ આ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણા ફાયદાવાળા ઇંગ્રીડિયન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ કે હળદર, બદામ, દૂધ, મધ. કંપનીએ કહ્યું કે દૂધના ગુણ અને આઇસક્રીમની મજા એકસાથે માણો. 


આટલી છે કિંમત
અમૂલે 120 એમએલનો પેક લોન્ચ કર્યો છે. તેની કિંમત 30 રૂપિયા રાખવામાં આવી છે. Immunity બૂસ્ટર સાથે-સાથે તેનો સ્વાદ પણ ખૂબ સારો હોય છે. આ ઉપરાંત કંપનીએ 200 એમએલ હળદરની દૂધની બોટલ કાઢીહ અતી, જેની કિંમત 30 રૂપિયા રાખવામાં આવી હતી. 


એપ્રિલમાં લોન્ચ કરવામાં આવ્યું હતું દૂધ
એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં અમૂલે હલ્દી દૂધ લોન્ચ કર્યું હતું. અમૂલે પહેલા ક્યારેય આવા ફ્લેવરવાળા દૂધ લોન્ચ કર્યા નથી. જ્યારથી કોરોનાકાળ શરૂ થયો છે, ત્યારથી જ અમૂલે આવા અખતરા કરી રહ્યું છે. પહેલાં હલ્દી દૂધ અને હવે હલ્દી આઇસક્રીમ. આમ તો અમૂલ હલ્દી દૂધ ઉપરાંત તુલસી અને આદુ દૂધ પણ લોન્ચ પણ કરી ચૂકી છે. 


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube