સ્ટીવ જોબ્સની કંપનીને નવી ઉંચાઇઓ પર લઇ જનાર એંજેલા છોડશે APPLE, 1.73 અરબ રૂપિયા છે સેલરી

એપ્પલ (Apple Inc) ના આઇફોનનું વેચાણ સતત ઘટી રહ્યું છે. તેના લીધે કંપનીમાં સૌથી વધુ પેકેજ મેળવનાર અધિકારી એક-એક કરીને કંપની છોડી રહ્યા છે. હવે સમાચાર છે કે ઉંચી સેલરી મેળવનાર કાર્યકારીઓમાં સામેલ કંપની રિટેલ પ્રમુખ એંજેલા અરેંટ્સ પણ એપ્રિલમાં Apple ને અલવિદા કહી દેશે. 
સ્ટીવ જોબ્સની કંપનીને નવી ઉંચાઇઓ પર લઇ જનાર એંજેલા છોડશે APPLE, 1.73 અરબ રૂપિયા છે સેલરી

આશીષ દીપ: એપ્પલ (Apple Inc) ના આઇફોનનું વેચાણ સતત ઘટી રહ્યું છે. તેના લીધે કંપનીમાં સૌથી વધુ પેકેજ મેળવનાર અધિકારી એક-એક કરીને કંપની છોડી રહ્યા છે. હવે સમાચાર છે કે ઉંચી સેલરી મેળવનાર કાર્યકારીઓમાં સામેલ કંપની રિટેલ પ્રમુખ એંજેલા અરેંટ્સ પણ એપ્રિલમાં Apple ને અલવિદા કહી દેશે. 

એંજેલાએ 2014 માં Apple જોઇન કર્યું હતું. તેમનું પેકેજ વાર્ષિક લગભગ 1.73 અરબ રૂપિયા (લગભગ 2.4 કરોડ ડોલર) હતું. જોકે તેમના દ્વારા નોકરી છોડવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ Apple એ તેમના ઉત્તરાધિકારી નક્કી કરી દીધા છે. તેમની જગ્યાએ સીનિયર વાઇસ પ્રેસિડેંટ ડિરડ્રે ઓ બ્રાયન લેશે. તે 30 વર્ષથી કંપની સાથે છે. એંજેલા 2015ની Forbes ની દુનિયાની સતુઈ તાકાતવર મહિલાઓની યાદીમાં 25મા સ્થાન પર હતી. 

આઇફોનનું વેચાણ 15 ટકા ઘટ્યું
Apple એ નાણાકીય વર્ષ 2019ની પહેલી ત્રિમાસિકમાં 84.3 અરબ ડોલરનો મહેસૂલ નોંધાવ્યો છે, જે ગત નાણાકીય વર્ષની સમાન ત્રિમાસિકની તુલનામાં 5 ટકા ઓછો છે. તો બીજી તરફ કંપનીએ અન્ય ઉત્પાદકો અને સેવાઓ પાસેથી પ્રાપ્ત મહેસૂલમાં 19 ટકાની તેજી નોંધાઇ છે. કંપનીના અનુસાર આઇફોનથી પ્રાપ્ત મહેસૂલમાં 15 ટકાનો ઘટાડો આવ્યો છે, જોકે 52 અરબ ડોલર રહ્યો. તેમાં આંતરરાષ્ટ્રીય વેચાણનું યોગદાન 62 ટકા છે. આ પહેલીવાર છે કે કંપનીએ આ જાણકારી આપી નથી કેટલા આઇફોનનું વેચાણ થયું છે.

આઇફોન્સના ઉત્પાદનમાં 10 ટકા કપાતની યોજના
મનીકંટ્રોલના સમાચાર અનુસાર આ સાથે જ Apple એ જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક માટે નવા આઇફોન્સના વર્તમાન ઉત્પાદન યોજનામાં 10 ટકાનો ઘટાડો કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપ્પલે પોતાની આપૂર્તિકર્તાઓને નવા આઇફોન્સનું ઉત્પાદન ઓછું કરવા માટે કહ્યું છે. ગત બે મહિનામાં આ બીજીવાર છે જ્યારે આઇફોન નિર્માતાને ફ્લેગશિપ ડિવાઇસને પોતાના નક્કી ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news