)
Authum Investment Bonus Share: જો તમે બોનસ શેર પર દાવ લગાવતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. આજે શેર બજારમાં Authum Investment and Infrastructure ના શેર એક્સ બોનસ ટ્રેડ થઈ રહ્યાં છે. મહત્વનું છે કે કંપનીએ એક શેર પર ચાર બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. એક્સ-ડેટ પર ઈન્વેસ્ટરો શેર ખરીદવા તૂટી પડ્યા છે.
1 પર ચાર શેર ફ્રી મળશે
સ્ટોક એક્સચેન્જને આપેલી જાણકારીમાં Authum Investment and Infrastructure એ જણાવ્યું હતું કે 1 શેર પર ચાર શેર ફ્રી આપવામાં આવશે. આ બોનસ ઈશ્યુ માટે કંપનીએ 13 જાન્યુઆરીની તારીખને રેકોર્ડ ડેટ જાહેર કરી છે. આજે જે રોકાણકારોના નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તેને બોનસ શેરનો લાભ આપવામાં આવશે. મહત્વનું છે કે આ મલ્ટીબેગર સ્ટોકે પ્રથમવાર બોનસ આપવાની જાહેરાત કરી છે.
52 વીક હાઈ પર પહોંચ્યો કંપનીનો શેર
બીએસઈમાં આજે સ્ટોક 644.60 રૂપિયા પર ખુલ્યો હતો. 8 ટકાની તેજી સાથે આ સ્ટોક બીએસઈમાં 678.25 રૂપિયાના ઈન્ટ્રા-ડે હાઈ પર પહોંચી ગયો. આ કંપનીનો 52 વીકનો હાઈ પણ છે. મબત્વનું છે કે બોનસ શેર આપનારી કંપનીનું 52 વીકનું લો લેવલ 266.60 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 57216 કરોડ રૂપિયા છે.
શેર બજારમાં પ્રદર્શનની વાત કરીએ તો છ મહિનામાં શેરનો ભાવ 28 ટકા વધ્યો છે. તો એક વર્ષમાં કંપનીએ પોઝિશનલ ઈન્વેસ્ટરોને 93 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે પાંચ વર્ષમાં કંપનીએ રોકાણકારોને 20834 ટકાનું રિટર્ન આપ્યું છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)