)
Stock Market News: રોકાણકારોને માલામાલ કરનારી કંપની Autoriders International ના શેર મંગળવાર (12 નવેમ્બર) એ એક્સ-બોનસ ટ્રેડ કરશે. કંપનીએ એક શેર પર 5 બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. આ બોનસ શેર માટે રેકોર્ડ ડેટ પહેલા જાહેર કરી દેવામાં આવી હતી. મહત્વનું છે કે કંપનીએ 8 વર્ષ બાદ બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે.
1 શેર પર 5 બોનસ શેર મળશે
એક્સચેન્જને આપેલી જાણકારીમાં Autoriders International એ જણાવ્યું કે એક શેર પર 5 બોનસ શેર આપવામાં આવશે. આ બોનસ ઈશ્યુ માટે કંપનીએ 18 નવેમ્બર 2025ની તારીખને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે કાલે મંગળવારે શેર બજારમાં કંપનીના શેર એક્સ-બોનસ ટ્રેડ કરશે.
આ બીજીવાર છે જ્યારે કંપની બોનસ શેર આપી રહી છે. આ પહેલા કંપનીએ વર્ષ 2017મા બોનસ શેર આપ્યા હતા. ત્યારે Autoriders International એ એક શેર પર એક બોનસ શેર આપ્યો હતો.
ડિવિડન્ડ આપી ચૂકી છે કંપની
આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં Autoriders International ના શેર એક્સ-ડિવિડન્ડ ટ્રેડ થયા હતા. ત્યારે કંપનીએ એક શેર પર એક રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. 2024મા કંપનીએ એક શેર પર 0.50 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.
શેર બજારમાં શાનદાર પ્રદર્શન
છેલ્લાં ત્રણ મહિના દરમિયાન કંપનીના શેરની કિંમતમાં 346 ટકાની તેજી આવી છે. તો છ મહિનામાં આ સ્ટોકે 1039 ટકા રિટર્ન આપ્યું છે. 1 વર્ષમાં Autoriders International નો શેર 3462 ટકા વધ્યો છે. મહત્વનું છે કે સોમવારે Autoriders International નો શેર 5087.60 રૂપિયાના લેવલ પર હતો. આ કંપનીનો 52 વીક હાઈ છે. કંપનીના શેરનું 52 વીકનું લો લેવલ 149.90 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 295 કરોડ છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરના શેર હોલ્ડિંગ દરમિયાન કંપનીમાં પ્રમોટરની ભાગીદારી 62.43 ટકા હતી. તો પબ્લિકની પાસે 37.57 ટકા ભાગીદારી હતી.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)