બજાજની આ બાઇકની કિંમતમાં ધરખમ ઘટાડો, 1 લીટરમાં 90 કિમીની એવરેજ

જો તમે બાઇક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં હોવ તો આ અહેવાલ તમને ખુશ ખુશ કરી નાખશે.

Updated By: Mar 24, 2018, 01:16 PM IST
બજાજની આ બાઇકની કિંમતમાં ધરખમ ઘટાડો, 1 લીટરમાં 90 કિમીની એવરેજ

નવી દિલ્હી: જો તમે બાઇક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં હોવ તો આ અહેવાલ તમને ખુશ ખુશ કરી નાખશે. દેશની અગ્રણી ટૂ વ્હીલર બનાવનારી કંપની બજાજ (Bajaj)એ પોતાની એક બાઇકની કિંમતમાં લગભગ 10 ટકાથી પણ વધુ ઘટાડો  કર્યો છે. બજાજે એન્ટ્રી લેવલની બાઇક સીટી100 (Bajaj CT 100)ની કિંમતમાં ભાવ ઘટાડ્યો છે. અત્યાર સુધી સૌથી સસ્તી બાઇક તરીકે ટીવીએસ એક્સ એલ 100  (TVS XL 100) કહેવાતી હતી. કિંમતમાં ઘટાડો થયા બાદ Bajaj CT 100 સૌથી સસ્તી બાઇક બની ગઈ છે. બજાજની સીટી 100નું બેઝિક મોડલ દિલ્હીમાં 30,714 રૂપિયાના એક્સ શોરૂમના ભાવે મળે છે.

જ્યારે ટીવીએસની XL 100ની કિંમત લગભગ 50 રૂપિયા વધુ છે. ડ્રાઈવ સ્પાર્કના અહેવાલ મુજબ કિક સ્ટાર્ટ અને એલોય વ્હીલવાળી બજાજ સીટી 100 કેએસ (CT100 KS)ની કિંમતોમાં કંપની 6,835 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. હવે તમે 31,802 રૂપિયાના એક્સ શોરૂમ ભાવે દિલ્હીમાં ખરીદી શકો છો. સીટી 100ના ઈલેક્ટ્રિક સ્ટાર્ટ અને એલોય વ્હીલવાળા ટોપ મોડલનો દિલ્હીમાં એક્સ શોરૂમ ભાવ 39,885 રૂપિયા છે.

પહેલા તેની કિંમત 41,114 રૂપિયા હતી. આ બાઇકના ફીચર્સની વાત કરીએ તો બજાજ  CT100માં 99.27CCનું એન્જિન આપવામાં આવ્યું છે. જેમાં 4 સ્પીડવાળુ ગિયર બોક્સ છે. તેના એન્જિન  8.8bhpનો પાવર 8.05 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. બજાજ સીટી 100ની ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને રિયરમાં સ્પ્રિંગ શોકર આપવામાં આવ્યાં છે. જો બ્રેકિંગ સિસ્ટમની વાત કરીએ તો તેના ફ્રન્ટ અને રિયરમાં 110mmના ડ્રમ બ્રેક આપવામાં આવ્યાં છે.

કંપનીનો દાવો છે કે બજાજની સૌથી સસ્તી બાઇકની માઈલેજ પ્રતિ લીટર 90 કિમી છે. બજાજની આ બાઇક ગ્રામીણ વિસ્તારોમાં ખુબ લોકપ્રિય છે. એવા પણ અહેવાલો છે કે બજાજ પોતાની લોકપ્રિય બાઈક પલ્સરને નવા અંદાજમાં ઉતારવા જઈ રહી છે. પલ્સરના નવા મોડલને હાલમાં જ ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવ્યું. 2018 Pulsar 150ની ડિઝાઈન જૂના મોડલની સરખામણીમાં બધુ વધારે બદલાયુ નથી.