ગુજરાતી ન્યૂઝBusiness41 રૂપિયાનો શેર પહોંચ્યો 9 હજારને પાર, 1 લાખના બનાવી દીધા 4.37 કરોડ

41 રૂપિયાનો શેર પહોંચ્યો 9 હજારને પાર, 1 લાખના બનાવી દીધા 4.37 કરોડ

શેર બજારમાં ઘણી એવી કંપની છે જેણે ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. આવી કંપનીમાં રોકાણ કરી ઈન્વેસ્ટરો કરોડપતિ બની ગયા છે. આજે અમે તમને એક દિગ્ગજ કંપની વિશે જણાવીશું, જેણે પોતાના રોકાણકારોની તિજોરી ભરી દીધી છે.

  41 રૂપિયાનો શેર પહોંચ્યો 9 હજારને પાર, 1 લાખના બનાવી દીધા 4.37 કરોડ

નવી દિલ્હીઃ બજાજ ફાઈનાન્સની બોર્ડ બેઠક આજે છે. કંપની બોનસ શેર અને ડિવિડેન્ડની સાથે બોનસ શેરની જાહેરાત કરી શકે છે. બજાજ ફાઈનાન્સે લાંબાગાળાની દ્રષ્ટિએ રોકાણ કરનાર ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. કંપનીએ 1 લાખ રૂપિયાના રોકાણને 4 કરોડથી વધુ બનાવી દીધા છે. બજાજ ફાઈનાન્સે આ કમાલ બોનસ શેર અને શેર સ્પ્લિટના દમ પર કર્યો છે. બજાજ ગ્રુપની આ કંપનીનું માર્કેટ કેપ 5,65,000 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે.

1 લાખના બનાવી દીધા 4 કરોડથી વધુ
30 એપ્રિલ, 2010ના રોજ બજાજ ફાઈનાન્સના શેર રૂ. 41.56 પર હતા. જો કોઈ વ્યક્તિએ તે સમયે બજાજ ફાઈનાન્સના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો તેને કંપનીના 2405 શેર મળ્યા હોત. મલ્ટિબેગર કંપનીએ સપ્ટેમ્બર 2016માં તેના રોકાણકારોને 1:1ના રેશિયોમાં બોનસ શેર ભેટમાં આપ્યા હતા. એટલે કે, કંપનીએ દરેક 1 શેર માટે 1 બોનસ શેર આપ્યો હતો. જો આપણે આ બોનસ શેર ઉમેરીએ તો કુલ શેરની સંખ્યા 4810 થાય છે. કંપનીના શેર 28 એપ્રિલ 2025ના રોજ BSE પર રૂ. 9092 પર બંધ થયા હતા. આવી સ્થિતિમાં આ શેરની વર્તમાન કિંમત રૂ. 4.37 કરોડ છે. અમે અમારી ગણતરીમાં કંપની દ્વારા આપવામાં આવેલા ડિવિડન્ડ અને સ્ટોક સ્પ્લિટનો સમાવેશ કર્યો નથી.

Add Zee News as a Preferred Source

10 વર્ષમાં  2100% ની આવી તેજી
બજાજ ફાઈનાન્સના શેરમાં છેલ્લા 10 વર્ષમાં આશરે 2100 ટકાની તેજી આવી છે. મલ્ટીબેગર કંપનીનો શેર 24 એપ્રિલ 2015ના 413.54 રૂપિયા પર હતો. બજાજ ફાઈનાન્સનો શેર 28 એપ્રિલ 2025ના 9092 રૂપિયા પર બંધ થયો હતો. જો છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો કંપનીના સ્ટોકે 292 ટકાનું જબરદસ્ત રિટર્ન આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં પણ શેરમાં 33 ટકાનો વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધી કંપનીના શેરમાં 31 ટકાની તેજી જોવા મળી છે.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news