Bank Fraud: ભારે નુકસાનથી બચવા માંગો છો? તો આ વાતનું ચોક્કસ રાખો ધ્યાન

હાલના સમયમાં ચોર અનેક રીતે સાઈબર દુનિયામાં તમારી પાસેથી પૈસા પડાવી શકે છે. અનેક વખત તે સંકટનું બહાનુ બનાવે છે. અનેક વખત તે તમને કંઈક ફ્રીમાં કે સસ્તુ આપવાની ઓફર આપે છે. તો અનેક વખત કેટલીક ટેકનિકથી તમારી મોટી કમાણી પર ચૂનો લગાડી દે છે.

Bank Fraud: ભારે નુકસાનથી બચવા માંગો છો? તો આ વાતનું ચોક્કસ રાખો ધ્યાન

નવી દિલ્લી: હાલના સમયમાં ચોર અનેક રીતે સાઈબર દુનિયામાં તમારી પાસેથી પૈસા પડાવી શકે છે. અનેક વખત તે સંકટનું બહાનુ બનાવે છે. અનેક વખત તે તમને કંઈક ફ્રીમાં કે સસ્તુ આપવાની ઓફર આપે છે. તો અનેક વખત કેટલીક ટેકનિકથી તમારી મોટી કમાણી પર ચૂનો લગાડી દે છે. આ સમયે જરૂરી છે કે સાવધાની રાખવામાં આવે અને કોઈપણ સમયે નિર્ણય સમજદારીથી લેવામાં આવે. જેથી આ સાઈબર ઠગના ઈરાદાને નિષ્ફળ કરી શકાય.

Whats App કોલ દ્વારા ઠગાઈ:
જો Whats App પર કોઈ અજાણ્યા નંબર પરથી વોઈસ કોલ આવે છે તો તમે સાવધાન થઈ જજો. કેમ કે ફોન કરનારો તમને ઠગી શકે છે. આ ઘટનાને અંજામ આપવા માટે તે તમારા નંબરને બ્લોક કરી શકે છે. વોઈસ કોલ કરનારા પોતાની ટ્રિકમાં ફસાવીને તમારા પૈસા હડપી લે છે.

UPI દ્વારા ઠગાઈ:
યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ દ્વારા કોઈને પણ સરળતાથી પૈસા મોકલી કે મંગાવી શકાય છે. UPI દ્વારા ઠગ કોઈ વ્યક્તિને ડેબિટ લિંક મોકલી શકે છે અને જેવો તે વ્યક્તિ લિંક પર પોતાનો પિન નાંખે છે ત્યારે તેના ખાતામાંથી પૈસા કપાઈ જાય છે. તેનાથી બચવા માટે અજાણી ડેબિટ રિક્વેસ્ટને તરત ડિલીટ કરી દેવી જોઈએ. જો કોઈ અજાણી વ્યક્તિ લિંક મોકલે તો તેના પર ક્લિક ના કરો.

QR કોડથી છેતરપિંડી:
ક્યૂઆર એટલે ક્વિક રિસ્પોન્સ કોડ દ્વારા દગાબાજ ગ્રાહકોને પણ લૂંટવાનું કામ કરી રહ્યા છે. તેનાથી મોબાઈલ પર ક્યૂઆર કોડ મોકલવામાં આવે છે અને તેને મેળવનાર વ્યક્તિ ક્યૂઆર કોડ લિંકને ક્લિક કરે છે. તો ઠગ તેને મોબાઈલ ફોનનો ક્યૂઆર કોડ સ્કેન કરીને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.

સંકટની લિંક:
કોરોના વાયરસ સાથે જોડાયેલ કોઈપણ લિંક પર ક્લિક સમજી-વિચારીને જ કરો. હાલના સમયમાં સંકટનો ફાયદો ઉઠાવવા માટે ઠગ લિંક મોકલી રહ્યા છે.

આ વાતનું ધ્યાન રાખો:
1. સોશિયલ મીડિયા પર કોઈ અજાણ્યા ઈ-મેઈલ, SMS કે મેસેજમાં આપવામાં આવેલ અટેચમેન્ટને ખોલવાથી કે ક્લિક કરવાથી બચો.

2. જો મોકલનારનું સરનામું હોય તો અટેચમેન્ટને ખોલવામાં વધારે સાવધાનીનું ધ્યાન રાખો.

3. ઈમેલ, વેબસાઈટમાં સ્પેલિંગ મિસ્ટેક અને અજાણ્યા ઈમેલ મોકલનારાથી સાવધાન રહો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news