એપ્રિલમાં 10 દિવસ બંધ રહેશે બેંક, અત્યારે જ પતાવી દો તમારા જરૂરી કામ

1 એપ્રિલ 2019થી નવું નાણાકીય વર્ષ શરૂ થઇ ગયું છે. દર વર્ષે એપ્રિલમાં બેંકોની લાંબી રજાઓ હોય છે. પરંતુ આ વખતે લાંબી રજાઓ નથી, રજાઓ અલગ-અલગ દિવસે છે. એવામાં જરૂરી છે કે તમે અત્યારથી જ બેંકોની હોલીડે લિસ્ટને જોઇ લો અને તેના અનુસાર જ પોતાના કામને મેનેજ કરી લો. રાજ્યો અનુસાર અલગ-અલગ દિવસે બેંકોની રજાઓ રહેશે. એપ્રિલમાં દર વખતે બૈસાખી, રામ નવમી, ગુડ ફ્રાઇડે અને મહાવીર જયંતીના ઉપલક્ષ્યમાં બેંકોની રજાઓ રહેશે. બીજા અને ચોથા શનિવારે બેંક પહેલાં જ બંધ રહે છે. આગળ વાંચો એપ્રિલમાં કેટલા દિવસ બેંકોમાં રજા રહેશે. 
એપ્રિલમાં 10 દિવસ બંધ રહેશે બેંક, અત્યારે જ પતાવી દો તમારા જરૂરી કામ

નવી દિલ્હી: 1 એપ્રિલ 2019થી નવું નાણાકીય વર્ષ શરૂ થઇ ગયું છે. દર વર્ષે એપ્રિલમાં બેંકોની લાંબી રજાઓ હોય છે. પરંતુ આ વખતે લાંબી રજાઓ નથી, રજાઓ અલગ-અલગ દિવસે છે. એવામાં જરૂરી છે કે તમે અત્યારથી જ બેંકોની હોલીડે લિસ્ટને જોઇ લો અને તેના અનુસાર જ પોતાના કામને મેનેજ કરી લો. રાજ્યો અનુસાર અલગ-અલગ દિવસે બેંકોની રજાઓ રહેશે. એપ્રિલમાં દર વખતે બૈસાખી, રામ નવમી, ગુડ ફ્રાઇડે અને મહાવીર જયંતીના ઉપલક્ષ્યમાં બેંકોની રજાઓ રહેશે. બીજા અને ચોથા શનિવારે બેંક પહેલાં જ બંધ રહે છે. આગળ વાંચો એપ્રિલમાં કેટલા દિવસ બેંકોમાં રજા રહેશે. 

પહેલા શનિવારે બંધ રહેશે બેંક
મહિનાના પ્રથમ શનિવારે બેંકોની રજા હોતી નથી, પરંતુ એપ્રિલના પ્રથમ શનિવારે એટલે કે 6 એપ્રિલના રોજ ગુડી પડવાના લીધે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તમિળનાડુ, ગોવા અને ગુજરાતની બેંકો બંધ રહેશે. બીજા અને ચોથા શનિવારે હંમેશાની માફક બેંકો બંધ રહેશે. બીજા શનિવારે 13 અને ચોથા શનિવારે 27 એપ્રિલના રોજ છે. એટલે એપ્રિલમાં 20 એપ્રિલવાળા શનિવારે બેંક ખુલશે. 

રામ નવમી અને બૈશાખી પર રજા
એપ્રિલમાં 13 એપ્રિલ 14 એપ્રિલના રોજ શનિવાર અને રવિવાર હોવાના લીધે બેંક બંધ રહેશે. પરંતુ હાલમાં જ રામ નવમી, આંબેડકર જયંતિ અને બૈશાખી પણ છે. આ તહેવાર શનિવાર અને રવિવારે હોવાના કારણે બેંકોની રજા ઓછી થઇ જશે. 

15 એપ્રિલના રોજ અહીં રહેશે રજા
15 એપ્રિલના રોજ હિમાચલ ડે હોવાના કારણે હિમાચલ પ્રદેશમાં બેંકોની રજા રહેશે. એટલે કે અહીંયા 13-14 અને 15ના રોજ સતત ત્રણ દિવસ સુધી બેંકો બંધ રહેશે. આ ઉપરાંત બંગાળ અને ત્રિપુરામાં 13,14 અને 15 એપ્રિલના રોજ બેંકોમાં રજા રહેશે. 15 એપ્રિલના રોજ બંગાળી ન્યૂ ઇયર હોવાના કારણે પશ્વિમ બંગાળ અને ત્રિપુરામાં બેંકો બંધ રહેશે.

17 એપ્રિલના રોજ પણ રજા
17 એપ્રિલ (બુધવાર)ના રોજ મહાવીર જયંતિના લીધે મોટાભાગના રાજ્યોમાં બેંકોની રજા રહેશે. તેના એક દિવસ બાદ 19 એપ્રિલના રોજ ગુડ ફ્રાઇડે છે, આ કારણે 19ના રોજ પણ બેંકોનું અવકાશ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news