20 જાન્યુઆરીથી મોંઘી થશે 'આ' વસ્તુઓ, સીધા કપાશે ખાતામાંથી પૈસા

અત્યાર સુધી નિશુલ્ક મળથી સેવાઓ માટે અલગથી પૈસા ચૂકવવા પડશે

 20 જાન્યુઆરીથી મોંઘી થશે 'આ' વસ્તુઓ, સીધા કપાશે ખાતામાંથી પૈસા

નવી દિલ્હી : બેંકોની બ્રાન્ચમાં અત્યાર સુધી જે કામ નિશુલ્ક થતા હતા હવે એના માટે કદાચ ફી ચૂકવવી પડશે. 20 જાન્યુઆરીથી તમામ સરકારી અને પ્રાઇવેટ બેંકો બ્રાન્ચમાં આપવામાં આવતી ફ્રી સુવિધાઓ માટે ફી વસુલ કરવાની તૈયારી કરી રહી છે. જોકે કેટલીક સુવિધાઓ માટે ફીની સમીક્ષા કરવામાં આવશે. આ સુવિધાઓમાં પૈસા કાઢવાની, જમા કરવાની, મોબાઇલ નંબર બદલવાની, કેવાઇસી, એડ્રેસ બદલવાની, નેટ બેકિંગની તેમચ ચેકબુક રિકવેસ્ટ જેવી સુવિધા શામેલ છે. 

લાગશે નવા નિયમો
નવા નિયમો પ્રમાણે તમારા ખાતાની બ્રાન્ચ સિવાય બેંકની બીજી બ્રાન્ચમાંથી સેવા લેવા માટે અલગ ફી ચૂકવવી પડશે. ફી સિવાય જીએસટી પણ લાગશે. આ માટે બેંક અલગથી ચાર્જ નહીં લે પણ આ રકમ તમારા ખાતામાંથી કપાઈ જશે. બેંક સાથે જોડાયેલા સુત્રોએ માહિતી આપી છે કે આ નવી ફી લેવા મામલે આંતરિક આદેશ મળી ચૂક્યા છે. હાલમાં તમામ બેંકો આરબીઆઇના નિર્દેશોનું પાલન કરે છે. બેંકોના આ પગલાથી દેશના તમામ ખાતાધારકો પ્રભાવિત થશે. જોકે બેંકર્સ આ પગલાને યોગ્ય ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ખાતાધારક જો તેની હોમ બ્રાન્ચ સિવાય બીજી કોઈ બ્રાન્ચમાંથી બેંકિંગ સેવા લે છે તો એના માટે ચા્ર્જ લાગવો જોઈએ. 

ઓનલાઇન બેંકિંગને પ્રોત્સાહન
બેંક સાથે જોડાયેલા એક અધિકારીએ માહિતી આપી છે કે આ પગલાથી ઓનલાઇન બે્ંકિંગને પ્રોત્સાહન મળશે. આનાથી ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ ખાસ મહત્વના નહીં રહે. એટીએમ અને કિયોસ્ક મશીનથી પાસબુક અપડેટ તેમજ પૈસાની લેવડદેવ નિશુલ્ક થઈ શકે છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news