Bank Holidays: 31 જાન્યુઆરી પહેલા 3 દિવસ બંધ રહેશે બેંક! જાણો બેંક જતા પહેલા રજાઓની યાદી

Bank Holidays: 31 જાન્યુઆરી પહેલા ક્યા ક્યા બેંક બંધ રહેશે? ફેબ્રુઆરી પહેલા સળંગ કયા દિવસે બેંકોની રજા બે દિવસ સુધી રહેશે. આવો બેંક હોલિડેનું સંપૂર્ણ લિસ્ટ.

Bank Holidays: 31 જાન્યુઆરી પહેલા 3 દિવસ બંધ રહેશે બેંક! જાણો બેંક જતા પહેલા રજાઓની યાદી

Bank Holidays for 3 Days Before 31 January 2025: ભારતીય રિઝર્વ બેંક તરફથી દર મહિનાની શરૂઆત પહેલા બેંકોની રજાઓનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવે છે. ક્યારેક મહિનાના મધ્યમાં ખાસ દિવસોને લીધે અથવા અન્ય કોઈ કારણસર રજાઓ બદલાઈ જાય છે. નવા વર્ષનો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી 2025 થોડા જ દિવસોમાં પૂરો થશે પરંતુ તે પહેલા ત્રણ દિવસ બેંકમાં રજા રહેશે. ચાલો જાણીએ કે 31 જાન્યુઆરી પહેલા 3 દિવસ બેંકો ક્યારે અને ક્યાં બંધ રહેશે?

25મી જાન્યુઆરીએ બેંકો બંધ કે ચાલું?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર દર મહિનાના બીજા અને ચોથા શનિવારે દેશની તમામ બેંકો બંધ રહે છે. 25 જાન્યુઆરી 2025 એ મહિનાનો ચોથો શનિવાર છે અને દેશભરની તમામ બેંકોમાં રજા રહેશે. બેંકમાં જઈને કોઈ કામ થઈ શકશે નહીં.

Add Zee News as a Preferred Source

26મી જાન્યુઆરીએ બેંકો બંધ કે ચાલું?
26મી જાન્યુઆરી 2025 એ 76મો પ્રજાસત્તાક દિવસ છે. આ પ્રસંગે સરકારી રજા રહેશે. શાળાઓ, કોલેજો અને બેંકો બંધ રહેશે. 26મી જાન્યુઆરી રવિવાર હોવાના કારણે બેંકોમાં સાપ્તાહિક રજા છે. તમારા રાજ્ય અને શહેરોની તમામ બેંકો બંધ રહેશે.

સતત 2 દિવસ બેંક બંધ
25 જાન્યુઆરીએ ચોથો શનિવાર અને 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ/રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે. આ કારણે દેશભરની તમામ બેંકો સતત બે દિવસ બંધ રહેશે. 27, 28 અને 29 જાન્યુઆરીએ દેશની તમામ બેંકો ખુલ્લી રહેશે.

30મી જાન્યુઆરીએ બેંકની રજાઓ ક્યા ક્યા છે?
26 જાન્યુઆરી પછી 30 જાન્યુઆરીએ બેંકોમાં રજા છે, પરંતુ સિક્કિમમાં બેંકો બંધ રહેશે. સોનમ લોસરના અવસર પર સિક્કિમ રાજ્યમાં તમામ બેંકો બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન બેંકમાં જઈને કોઈ કામ કરી શકાશે નહીં પરંતુ તમે ઓનલાઈન બેંકિંગની સુવિધાનો લાભ લઈ શકશો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news