બિલ ગેટ્સને પછાડીને વિશ્વનો બીજા નંબરનો શ્રીમંત વ્યક્તિ બન્યો આ બિઝનેસમેન

માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ પાસેથી દુનિયાના બીજા નંબરના ધનવાન વ્યક્તિ હોવાનો ટેગ છિનવાઈ ગયો છે. બિલ ગેટ્સ છેલ્લા 7 વર્ષથી દુનિયાના સૌથી શ્રીમંત લોકોની યાદીમાં બીજા નંબરે હતા 
 

બિલ ગેટ્સને પછાડીને વિશ્વનો બીજા નંબરનો શ્રીમંત વ્યક્તિ બન્યો આ બિઝનેસમેન

નવી દિલ્હીઃ માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ પાસેથી દુનિયાના બીજા નંબરના ધનવાન વ્યક્તિ હોવાનો ટેગ છિનવાઈ ગયો છે. બિલ ગેટ્સ છેલ્લા 7 વર્ષથી દુનિયાના સૌથી શ્રીમંત લોકોની યાદીમાં બીજા નંબરે હતા. હવે બ્લૂમબર્ગ બિલિયેનર ઈન્ડેક્સમાં બિલ ગેટ્સ ત્રીજા નંબરે પહોંચી ગયા છે અને તેનું સ્થાન બર્નાર્ડ આર્નોલ્ટે લીધું છે, જે અગાઉ ત્રીજા ક્રમે હતા. વિશ્વના સૌથી શ્રીમંત લોકોની યાદીમાં ભારતના મુકેશ અંબાણી 13મા ક્રમે યથાવત છે. 

ગયા મહિને ટોપ-3ની ક્લબમાં સામેલ થયા 
લક્ઝરી ગુડ્સ કંપની LVMH (લુઈ વિટન મોએત હેનેસી)ના ચેરમેન અને સીઈઓ બર્નાર્ડ આર્નોલ્ટ ગયા મહિને જ ટોપ-3ની ક્લબમાં સામેલ થયા હતા. તેમની કુલ સંપત્તી વધીને 107.6 અબજ ડોલર પર પહોંચી ગઈ છે, જે માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સની સંપત્તિ કરતાં 200 મિલિયન ડોલર વધુ છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, આર્નોલ્ટે વર્ષ 2019માં જ 39 અબજ ડોલરની નેટવર્થ અર્જિત કરી છે. 70 વર્ષના આર્નોલ્ટની કંપની LVMH ફ્રાન્સમાં ઘણી જ ચર્ચિત છે. 

1984માં લક્ઝરી ગૂડ્સના માર્કેટમાં મુક્યો હતો પગ
ફોર્બ્સના જણાવ્યા અનુસાર બર્નાર્ડ આર્નોલ્ટે વર્ષ 1984માં લક્ઝરી ગૂડ્સના માર્કેટમાં પગ મુક્યો હતો. ત્યાર પછી તેમણે ટેક્સટાઈલ ગ્રૂપ હેન્ડઓવર કર્યું હતું, જેની પાસે ક્રિશ્ચિયન ડાયરનો માલિકીનો હક પણ હતો. ચાર વર્ષ પછી તેમણે કંપનીના અન્ય બિઝનેસ વેચી નાખ્યા અને LVMHમાં કન્ટ્રોલિંગ સ્ટેક ખરીદી લીધા હતા. આર્નોલ્ટ પાસે પેરિસની LVMHનો અડધો કન્ટ્રોલ છે. આ ઉપરાંત, તેમના જન્મ પહેલા સ્થપાયેલી ક્રિશ્ચિયન ડાયરમાં 97 ટકા ભાગીદારી છે. 

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના તાજેતરના આંકડા અનુસાર જેફ બેજોસની કુલ નેટવર્થ 125 બિલિયન ડોલર છે. બીજા નંબરે પહોંચેલા બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થ 108 બિલિયન ડોલર છે, જ્યારે ત્રીજા નંબરે પહોંચી ગયેલા બિલ ગેટ્સની કુલ નેટવર્થ 107 બિલિયન ડોલર છે. 

જૂઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news