)
Best SIP Strategy: રિટાયરમેન્ટ એ એવો સમય હોય છે જ્યારે કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે, પરંતુ ખર્ચા ઓછા થતા નથી. મેડિકલ બિલ, દવાઓ, લાઈફસ્ટાઈલ અને દૈનિક ખર્ચા બધા વધતા જાય છે. આવી સ્થિતિમાં વૃદ્ધાવસ્થા માટે મોટા પ્રમાણમાં ફંડની જરૂર પડે છે. જો સમયસર યોગ્ય પ્લાનિંગ ન કરવામાં આવે, તો રિટાયરમેન્ટ પછીનું જીવન તણાવપૂર્ણ બની શકે છે. એટલા માટે જ જરૂરી છે કે, તમે નોકરીની સાથે જ રિટાયરમેન્ટનું પ્લાનિંગ શરૂ કરી દો. જો તમે તમારી રિટાયરમેન્ટ લાઈફ અમીર જેવી વિતાવવા માંગો છે, તો અહીં એક ખાસ ફોર્મ્યુલા જાણી લો, જેની મદદથી તમે 4 કરોડ રૂપિયાનું મજબૂત ફંડ બનાવી શકો છો. આ ફોર્મ્યુલા તમારા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
જાણો શું છે આ ફોર્મ્યુલા?
આ ફોર્મ્યુલા 30+10+30 છે. આ ફોર્મ્યુલાની મદદથી તમારે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું હોય છે. ચાલો સમજીએ કે, શું છે આ ફોર્મ્યુલાનો અર્થ:
આ ફોર્મ્યુલા ત્રણ બાબતો પર આધારિત છે:
આનો અર્થ એ છે કે, 30 વર્ષની ઉંમરે SIP શરૂ કરવી, દર વર્ષે 10% ટોપ-અપ ઉમેરવું અને 60 વર્ષની ઉંમર સુધી તેને ચાલુ રાખવું.
કેવી રીતે બનશે 4 કરોડનું ફંડ
4 કરોડનું ફંડ બનાવવા માટે તમારે દર મહિને ફક્ત 5,000ની SIPથી રોકાણ શરૂ કરવું પડશે. ત્યારબાદ તમારે દર વર્ષે તમારા રોકાણમાં 10% વધારો કરવો પડશે અને 30 વર્ષ સુધી આ રીતે ચાલુ રાખવું પડશે.
આ રીતે કામ કરશે ફોર્મ્યુલા
| વાર્ષિક | SIP રકમ (10% ટોપ-અપ પછી) |
| 1st Year | ₹5,000 |
| 2nd Year | ₹5,500 |
| 3rd Year | ₹6,050 |
| 4th Year | ₹6,655 |
| આ રીતે દર વર્ષે 10%નો વધારો કરવાનો રહેશે. |
કેવી રીતે બનશે 4 કરોડનું રિટાયરમેન્ટ ફંડ?
જો તમે 30 વર્ષ માટે SIP ચાલુ રાખો છો અને તેના પર સરેરાશ 12% રિટર્ન ધારો છો, તો ગણતરી કંઈક આના જેવી હશે:
આનો અર્થ એ થાય છે કે, નાની શરૂઆત અને શિસ્ત સાથે તમે કરોડોનું ભંડોળ બનાવી શકો છો.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
SIP શેર માર્કેટ-લિંક્ડ હોય છે, તેના પર રિટર્ન ફિક્સ નથી હોતું.
12% રિટર્નનો અંદાજ છે, તે વધારે કે ઓછું હોઈ શકે છે.
દરેક SIP યોગ્ય હોતી નથી, તમારા રિસ્ક પ્રોફાઇલ અને લક્ષ્યોના આધારે પ્લાન કરવું જોઈએ.
જો જરૂરી હોય તો નાણાકીય સલાહકારની સલાહ લો.