4 લોકોનો પરિવાર છે તો કેટલો લેવો જોઈએ ટર્મ ઈન્શ્યોરન્સ? આ ફોર્મ્યુલાથી થઈ જશે ગણતરી, તમે પણ જાણી લો

ટર્મ ઇન્શ્યોરન્સ એ જીવન વીમા પૉલિસીનો એક પ્રકાર છે. તે મર્યાદિત સમયગાળા માટે નિશ્ચિત ચુકવણી દરે કવરેજ પૂરું પાડે છે. જો પોલિસી ધારક પોલિસી મુદત દરમિયાન મૃત્યુ પામે છે, તો રકમ તેના પરિવાર અથવા નોમિનીને આપવામાં આવે છે.

 4 લોકોનો પરિવાર છે તો કેટલો લેવો જોઈએ ટર્મ ઈન્શ્યોરન્સ? આ ફોર્મ્યુલાથી થઈ જશે ગણતરી, તમે પણ જાણી લો

Term Insurance Plan: જીવન અણમોલ છે. મોત નિશ્ચિત અને ભવિષ્ય વિશે અંદાજ ન લગાવી શકાય. તેથી એક પરિવારનો મુખિયા હંમેશા તેના પરિવારની સલામતી માટે હંમેશા ચિંતિત રહે છે. ઘણીવાર જોવામાં આવે કે લોકો પોતાના પરિવારની સાચી જરૂરિયાતનો અંદાજ લગાવ્યા વગર ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન લે છે. આમ કરવાથી તેના પરિવારે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે પણ ટર્મ પ્લાન લઈ રહ્યાં છો તો સૌથી પહેલા તે જાણવું જરૂરી છે કે તમારે કેટલાનું ઈન્શ્યોરન્સ કવર જોઈએ, જેથી તમારા પરિવારને જરૂરિયાતના સમયે પૈસાની સમસ્યા ન થાય.

આવો સમજીએ 4 લોકોના પરિવારના મુખિયાએ કેટલાનો ટર્મ પ્લાન લેવો જોઈએ? તેના પ્રીમિયમની કઈ રીતે ગણતરી કરશો. ટર્મ ઈન્શ્યોરન્સ લેવા સમયે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

અશોક ગુલાટીના ઉદાહરણથી સમજીએ
આપણે તેને અશોક ગુલાટીના ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરીએ. 40 વર્ષીય અશોક ગુલાટીની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા છે. તેના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. પોતાની કમાણીમાંથી તે પોતાના પર્સનલ ખર્ચ પર 1 લાખ 30 હજાર રૂપિયા ખર્ચ કરે છે. બાકી 3 લાખ 70 હજાર રૂપિયા પરિવાર પર ખર્ચ થાય છે. અહીં 3 લાખ 70 હજાર પરિવારની ઇકોનોમિક વેલ્યૂ હશે. એટલે કે અશોક ગુલાટીના ન રહેવા પર પણ તેના પરિવારને વાર્ષિક 3 લાખ 70 હજાર રૂપિયાની જરૂર પડશે. આ હિસાબથી તેણે ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવો જોઈએ.

કેટલા સુધીનો લેવો જોઈએ ટર્મ પ્લાન?
એક્સપર્ટ પ્રમાણે આદર્શ ટર્મ પ્લાન તમારી વાર્ષિક આવકનો 15થી 20 ગણો હોવો જોઈએ. જો તમારી વાર્ષિક આવક 10 લાખ છે તો ઓછામાં ઓછા 1.5 કરોડથી 2 કરોડ સુધીનો લાઇફ ઈન્શ્યોરન્સ કે ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન લેવો જરૂરી છે.

કેટલો હશે પ્રીમિયમ?
ટર્મ ઈન્શ્યોરન્સ (Term Insurance)  ઓછા પ્રીમિયમમાં વધુ કવરેજ આપે છે. ઉદાહરણ માટે 30 વર્ષની ઉંમરમાં 1 કરોડનું કવર માત્ર 800-1000 રૂપિયા પ્રતિ મહિનામાં લઈ શકાય છે.

કઈ રીતે કરશો ગણતરી?
આવક રિપ્લેસમેન્ટ મૂલ્ય ખ્યાલ તમને તમારી જીવન વીમા કવરેજ જરૂરિયાતોની ગણતરી કરવામાં મદદ કરે છે. આ તમારી વાર્ષિક આવક પર આધારિત છે. આ મુજબ, જરૂરી વીમા કવરેજ વ્યક્તિની વાર્ષિક આવક અને નિવૃત્તિના બાકીના વર્ષોના ગુણાંકમાં હોય છે. એટલે કે, જરૂરી વીમા કવરેજ = વાર્ષિક આવક x નિવૃત્તિ માટેના વર્ષોની સંખ્યા.

ઉદાહરણ તરીકે, ધારો કે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયા છે અને તમારી ઉંમર 30 વર્ષ છે. 30 વર્ષ પછી એટલે કે 60 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવાની યોજના બનાવી રહ્યા છો. આ કિસ્સામાં, તમારું જરૂરી જીવન વીમા કવરેજ 12 કરોડ રૂપિયા (4,00,000 x 30) હોવું જોઈએ.

લોનને પણ સામેલ કરવી જરૂરી
જો તમે કોઈ પ્રકારની લોન લીધી છે તો ટર્મ ઈન્શ્યોરન્સ કવરમાં તેને પણ સામેલ કરવી જોઈએ. જો તમારા પર લોન કે દેવું છે તો તમારે તેનું ધ્યાન રાખી ટર્મ પ્લાનની પસંદગી કરવી જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news