)
Gold Rate: સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. સોનું પોતાના રેકોર્ડ તોડી રહ્યું છે. બુલેટની ગતિથી ભાગી રહેલું સોનું 1 લાખ 13 હજારના આંકડાને પાર કરી ગયું છે. સોનાની સાથે-સાથે ચાંદીની કિંમત પણ દોઢ લાખ રૂપિયા સુધી પહોંચવાની છે. સોના-ચાંદીના વધારાના ભાવે તે લોકોની ચિંતા વધારી છે જેના ઘરમાં કોઈ પ્રસંગ આવવાનો છે. આ વચ્ચે નવરાત્રિમાં સોનાની કિંમતમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. આજે સોનું ઘટાડા બાદ 114044 રૂપિયા પ્રતિ 10 ગ્રામના મુકાબલે 113580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું. લોકોને જીએસટી સ્લેબમાં ફેરફાર બાદ સોનું સસ્તું હોવાની આશા હતી, પરંતુ સરકારે સોનાને જીએસટી સ્લેબના ઘટાડામાંથી બહાર રાખ્યું.
શું જીએસટી ઘટાડાથી સસ્તા સોનાની ભેટ
જીએસટી સ્લેબમાં ફેરફાર 22 સપ્ટેમ્બરથી લાગૂ થયો, પરંતુ સોના પર તેનો ફેર પડ્યો નહીં. નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ્સ લાગૂ થઈ ગયા છે, પરંતુ ગોલ્ડ કે સિલ્વર પર તેની કોઈ અસર પડશે નહીં. જીએસટી ફેરફારના લિસ્ટમાં સોના-ચાંદીને સામેલ કરવામાં આવ્યું નહીં. એટલે કે પહેલાની જેમ હજુ પણ સોના પર 3 ટકા જીએસટી આપવો પડશે. તેમાં 1.5% સેન્ટ્રલ GST અને 1.5% સ્ટેટ જીએસટી અલગથી લાગે છે, જે યથાવત રહેશે.
શું સોનાની કિંમતમાં આવશે મોટો ઘટાડો
સોનાની કિંમત જે ગતિએ વધી રહી છે, તેને લઈને જામકારોનું કહેવું છે કે આ વર્ષના અંત સુધી તે 1.5 લાખ રૂપિયાના આંકડાને પાર કરી લેશે. ભૂરાજકીય મુદ્દાઓ, ડોલર નબળો પડવો અને કેન્દ્રીય બેંકો દ્વારા ઝડપી ખરીદી સોનાના ભાવમાં વધારો કરી રહી છે. આ વર્ષે સોનામાં 40 ટકાનો વધારો થયો છે. છેલ્લા છ વર્ષમાં, ભાવ ત્રણ ગણો વધી ગયો છે. સોનાના ભાવમાં ઝડપી વધારાને કારણે નિષ્ણાતો હવે પરપોટાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
સોનાનો પરપોટો ફૂટી જશે?
સોનાની કિંમતને લઈને દિગ્ગજ બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગનના ચેરમેન સીઈઓ જેમી ડિમને મોટી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે ગોલ્ડ સહિત ઘણા એસેટ્સ મોટા પરપોટાનો ભાગ હોઈ શકે છે. જે રીતે ગોલ્ડ, ક્રિપ્ટો અને શેર બજારમાં તાજેતરમાં જોવા મળી રહી છે, તે મોટા પરપોટાનો ભાગ હોઈ શકે છે. તેમણે કહ્યું કે સકારાત્મક ભાવનાએ સ્ટોક્સ, ક્રિપ્ટો અને સોનાને રેકોર્ડ સ્તરે ધકેલી દીધા છે. તેમણે ચેતવણી આપી હતી કે આ પરપોટો ગમે ત્યારે ફૂટી શકે છે. માત્ર ડિમોન જ નહીં, પરંતુ ICICI પ્રુડેન્શિયલના એસ. નરેન પણ આ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સોનાના ભાવમાં આ વધારો એક ચેતવણીનો સંકેત છે. તેમણે કહ્યું કે જ્યારે કોઈ પણ વધારો આ ગતિએ ઝડપી બને છે, ત્યારે તે ભવિષ્યમાં નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. બજાર નિષ્ણાતો માને છે કે સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે, જોકે એકંદર વલણ હકારાત્મક રહે છે. જ્યારે મોટા ઘટાડાની આશંકા છે, ત્યારે જેફરીઝ માને છે કે સોનું પ્રતિ 10 ગ્રામ ₹2 લાખ સુધી પહોંચી શકે છે.
સોનાની આજની કિંમત
24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹113,580 છે.
22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹104,040 છે.
18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹85,190 છે.