)
NPS New Rule: 1 ઓક્ટોબર 2025થી બિન-સરકારી ક્ષેત્રના NPS સબ્સ્ક્રાઇબર્સને એક મોટી સુવિધા મળશે. હવે તેઓ કોઈપણ એક NPS સ્કીમમાં તેમના ફંડનો 100% ભાગ ઇક્વિટી (શેર)માં રોકાણ કરી શકશે. આ ફેરફાર તાજેતરમાં રજૂ કરાયેલ મલ્ટીપલ સ્કીમ ફ્રેમવર્ક (MSF) હેઠળ કરવામાં આવ્યો છે. આ હેઠળ જે લોકો સરકારી નોકરીમાં નથી, તેઓ હવે તેમના પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર (PRAN)ના માધ્યમથી અલગ-અલગ CRA (સેન્ટ્રલ રેકોર્ડકીપિંગ એજન્સીઓ જેમ કે, CAMS, Protean અને KFintech) સાથે બહુવિધ યોજનાઓ રાખી શકશે. નોંધનીય છે કે, અગાઉ આ સુવિધા મર્યાદિત હતી, એટલે કે CRA દીઠ દરેક સ્તર માટે ફક્ત એક જ સ્કીમને મંજૂરી આપવામાં આવી હતી.
શું છે સૂચના?
સૂચનામાં એમ પણ જણાવાયું છે કે, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ પેન્શન ફંડ્સ (PFs)ને આ મંજૂરી આપી છે કે, તેઓ અલગ-અલગ સબસ્ક્રાઇબર જૂથો માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલ સ્કીમ લાવી શકે. આમાં ડિજિટલ ઇકોનોમી વર્કર, સ્વ-રોજગાર પ્રોફેશનલ્સ અને કોર્પોરેટ કર્મચારીઓ (જ્યાં નોકરીદાતા પણ ફાળો આપે છે) શામેલ હશે. દરેક સ્કીમમાં ઓછામાં ઓછા બે પ્રકારો હોવા જરૂરી રહેશે: 1. મોડરેટ રિસ્ક અને 2. હાઈ રિસ્ક (જેમાં 100% સુધી ઇક્વિટીમાં રોકાણને મંજૂરી આપશે). જો પેન્શન ફંડ્સ ઇચ્છે તો ઓછા જોખમનો વિકલ્પ પણ આપી શકે છે.
એગ્ઝિટ અને વિડ્રોલ નિયમ
એગ્ઝિટ થવાની શરતો અને એન્યુટાઈઝેશન પહેલાની જેમ જ PFRDA રેગુલેશન્સની રીતે લાગુ રહેશે.
સ્વિચિંગ નિયમ
MSF હેઠળ શરૂ કરાયેલી સ્કીમમાંથી કોમન સ્કીમમાં સ્વિચ કરવા વેસ્ટિંગ સમયગાળા દરમિયાન પરવાનગી આપવામાં આવશે. પરંતુ, કલમ 20(2) સ્કીમોની વચ્ચે સ્વિચિંગ માત્ર ત્યારે જ સંભવ રહેશે, જ્યારે ઓછામાં ઓછા 15 વર્ષના વેસ્ટિંગ સમયગાળા પૂર્ણ થયા પછી અથવા નોર્મલ એગ્ઝિટના સમયે જ શક્ય બનશે.
જાણો 1 ઓક્ટોબરથી શું બદલાશે?
1. મલ્ટિપલ સ્કીમની સુવિધા - હવે, એક જ PAN પર અલગ-અલગ સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સીઓ (CRA)માં એકથી વધારે સ્કીમ રાખી શકાશે અને સંચાલિત કરી શકાશે. અગાઉ માત્ર એક ટિયરમાં એક જ સ્કીમની મંજૂરી હતી.
2. કસ્ટમાઇઝ્ડ વિકલ્પો - પેન્શન ફંડ્સ હવે અલગ-અલગ જૂથો માટે નવી સ્કીમ લાવી શકશે, જેમ કે, કોર્પોરેટ કર્મચારી, ગિગ વર્કર્સ અથવા સ્વ-રોજગાર પ્રોફેશનલ. દરેક સ્કીમમાં ઓછામાં ઓછા બે પ્રકારો હશે - મોડરેટ અને હાઈ રિસ્ક. હાઈ રિસ્ક સ્કીમમાં 100% સુધી ઇક્વિટીમાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે.
3. વધુ વૈવિધ્યકરણ - રોકાણકારો હવે એક જ ખાતામાં કન્ઝર્વેટિવ અને આક્રમક વ્યૂહરચનાઓને સંતુલિત કરી શકશે, જેનાથી તેઓ બચતને અલગ-અલગ જીવન લક્ષ્યો સાથે વધુ સારી રીતે ગોઠવી શકશે.