આવી ગયા PF ખાતાધારકો માટે સૌથી મોટો ખુશખબર; નોકરિયાત વર્ગને મળ્યો આ ફાયદો
EPFO Automated System: EPFO પાસે મેડિકલ ઈમરજન્સી, હાઉસિંગ, અભ્યાસ અને લગ્ન ખર્ચ સંબંધિત ક્લેમને ઓટોમેટિજ કરી દીધા છે. આ સમગ્ર સિસ્ટમના અમલ સાથે હવે માત્ર ત્રણ દિવસમાં જ ક્લેમની પ્રોસેસ કરવામાં આવે છે.
Trending Photos
EPFO News: જો તમે પણ નોકરી કરતા હોવ અને દર મહિને તમારો PF કપાય છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હા, EPFOના એડવાન્સ ઉપાડના ક્લેમના સમાધાનમાં ઘણી ઝડપ લાવી દીધી છે. આમાં, 60% એડવાન્સ ક્લેમના દાવા ઓટોમેટેડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા સેટલ કરવામાં આવી રહ્યા છે. આના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં 2.16 કરોડ ક્લેમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું છે, જે ગત વર્ષે પતાવટ કરવામાં આવેલા 89.52 લાખ ક્લેમ કરતા ઘણા વધારે છે.
એડવાન્સ ક્લેમની મર્યાદા વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી
શ્રમ અને રોજગાર મંત્રી શોભા કરંદલાજેએ લોકસભામાં લેખિત જવાબમાં આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે એડવાન્સ ક્લેમની મર્યાદા વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ પછી, સભ્યો માટે જરૂર પડ્યે તેમના પૈસા મેળવવાનું સરળ બની ગયું છે. પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે EPFOએ મેડિકલ ઈમરજન્સી, હાઉસિંગ, અભ્યાસ અને લગ્ન ખર્ચ સંબંધિત ક્લેમને ઓટોમેટિક કરી દીધા છે. આ સમગ્ર સિસ્ટમ લાગૂ થતા અત્યારે માત્ર ત્રણ જ દિવસમાં જ ક્લેમની પ્રોસેસ થઈ જાય છે.
EPFO ની મંજૂરી વગર જાણકારી અપડેટ કરી શકાશે
EPFO એ પોતાના મેમ્બર્સ માટે તેમની જાણકારીને સરળ બનાવવા માટે નવા ઉપાય શરૂ કર્યા છે. હવે આધાર વેરિફાઈડ યૂનિવર્સલ એકાઉન્ટ નંબરવાળા લોકો EPFOની મંજૂરી વગર પોતાની જાણકારી અપડેટ કરી શકે છે. હાલના સમયમાં 96 ટકા કરેક્શન ઈપીએફઓ ઓફિસમાં ગયા વિના કરી શકાય છે. જેનાથી આ પ્રોસેસ યૂઝર્સ માટે વધુ સરળ થઈ ગઈ છે.
99% થી વધુ ક્લેમ ઓનલાઈન ફાઈલ થઈ રહ્યા છે...
તેના સિવાય, આજકાલ 99% થી વધુ ક્લેમ ઑનલાઇન ફાઇલ કરવામાં આવી રહ્યા છે. માર્ચ 2025 ની શરૂઆત સુધીમાં 7.14 કરોડ ક્લેમ ડિજિટલ રીતે ફાઈલ કરવામાં આવ્યા હતા. આ ડિજીટલ પ્રક્રિયાએ કાગળની કામગીરીમાં ઘટાડો કર્યો છે અને તેની કાર્યક્ષમતા પણ નોંધપાત્ર રીતે વધી છે. વધુમાં આધાર-વેરિફાઈડ UAN ના ટ્રાન્સફર ક્લેમ માટે કોઈ એમ્પ્લોયર ચકાસણી જરૂરી નથી. આ બધા સાથે, EPFO સભ્યો માટે વસ્તુઓ ઘણી સરળ બની ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે