પેન્શનધારકો માટે સારા સમાચાર ! હવે દર મહિને મળશે પહેલા કરતા ડબલ રકમ

Pension Scheme : સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હવે વિધવા મહિલાઓ, વૃદ્ધો અને અપંગ લોકોને દર મહિને 1100 રૂપિયા પેન્શન આપવામાં આવશે.

પેન્શનધારકો માટે સારા સમાચાર ! હવે દર મહિને મળશે પહેલા કરતા ડબલ રકમ

Pension Scheme : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના વૃદ્ધો, અપંગો અને વિધવા મહિલાઓને મોટી ભેટ આપી છે. સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ માસિક પેન્શન રકમ રૂપિયા 400થી વધારીને રૂપિયા 1,100 પ્રતિ માસ કરવામાં આવ્યું છે. આ વધેલી રકમ જુલાઈ 2025થી દર મહિનાની 10 તારીખે લાભાર્થીઓના ખાતામાં મોકલવામાં આવશે.

મુખ્યમંત્રીએ X પર પોસ્ટ કરતાં કહ્યું છે કે "આ નિર્ણયથી 1 કરોડ 9 લાખ 69 હજાર 255 લોકોને સીધો લાભ મળશે. તેમણે કહ્યું, "વૃદ્ધો આપણા સમાજનો એક મૂલ્યવાન ભાગ છે અને તેમના સન્માનજનક જીવનને સુનિશ્ચિત કરવું એ આપણી સૌથી મોટી જવાબદારી છે."

સીએમ નીતીશે એમ પણ કહ્યું છે કે વૃદ્ધો સમાજનો એક અમૂલ્ય ભાગ છે અને તેમનું સન્માનજનક જીવન સુનિશ્ચિત કરવું એ અમારી ટોચની પ્રાથમિકતા છે. રાજ્ય સરકાર આ દિશામાં કામ કરવાનું ચાલુ રાખશે.

 

— Nitish Kumar (@NitishKumar) June 21, 2025

ચૂંટણી પહેલા સીએમની ભેટ

ચૂંટણી પહેલા સીએમ નીતીશ કુમારની આ જાહેરાત બિહારની ચૂંટણીમાં સરકાર માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. કારણ કે વિપક્ષ ઘણીવાર આ યોજનાઓને લઈને સરકાર પર પ્રહાર કરતો હતો, સામાન્ય લોકોનો મુદ્દો ઉઠાવતો હતો. હવે સરકારે સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ રકમ બમણી કરતા વધારે કરી દીધી છે, જે ગરીબ અને લાચાર વર્ગના જીવનનિર્વાહ માટે ઘણી હદ સુધી મદદરૂપ સાબિત થશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news