6861% રિટર્ન! 1 લાખના બનાવી દીધા 70 લાખ રૂપિયા, આ કંપનીએ ઈન્વેસ્ટરોને કર્યાં માલામાલ

14માંથી 10 એનાલિસ્ટે તેને 'Buy' રેટિંગ આપ્યું છે, 3 'Hold' અને માત્ર 1 'Sell' ની સલાહ આપી રહ્યું છે.
 

6861%  રિટર્ન! 1 લાખના બનાવી દીધા 70 લાખ રૂપિયા, આ કંપનીએ ઈન્વેસ્ટરોને કર્યાં માલામાલ

BSE Stock Analysis: એશિયાના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જ BSE એક શાનદાર મલ્ટીબેગર સ્ટોક બનીને ઉભર્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ સ્ટોકે 6861.18% રિટર્ન આપ્યું છે. એટલે કે જો તમે 2019માં તેમાં 10,000 રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની વેલ્યુ 7 લાખની નજીક હોત અને જો 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યુ 70 લાખ જેટલી હોત.

મહત્વનું છે કે તાજેતરના મહિનામાં પણ તેણે સારૂ રિટર્ન આપ્યું છે. એક્સચેન્જ કેટલાક પડકારોનો સામનો કરી રહ્યું છે, તેમ છતાં એનાલિસ્ટ તેમાં ભવિષ્ય માટે સારી સંભાવના જોઈ રહ્યાં છે.

Add Zee News as a Preferred Source

14માંથી 10 એનાલિસ્ટનો મત- Buy
વર્ષ 2025માં અત્યાર સુધી BSEના સ્ટોકે 56.24 ટકાનું રિટર્ન આપ્યું છે. માર્કેટમાં તેને લઈને સકારાત્મક દ્રષ્ટિકોણ બનેલો છે. Bloomberg ના આંકડા પ્રમાણે 14માંથી 10 એનાલિસ્ટે તેને 'Buy' રેટિંગ આપ્યું છે, 3 'Hold' અને માત્ર 1 'Sell' ની સલાહ આપી રહ્યું છે. 

મજબૂત ત્રિમાસિક પરિણામો
BSE નું પ્રદર્શન ફક્ત ગતિ પર આધારિત નથી. માર્ચ 2025 ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 5 ગણો વધીને ₹494 કરોડ થયો, જે વિશ્લેષકોની અપેક્ષાઓ કરતા ઘણો વધારે છે. ટ્રેડિંગ વોલ્યુમમાં વધારો અને ટ્રાન્ઝેક્શન ચાર્જમાં વધારો થવાને કારણે ઓપરેટિંગ આવક 75% વધીને ₹856.6 કરોડ થઈ.

150 વર્ષ પૂરા થવા પર ખાસ ડિવિડન્ડ
બીએસઈએ તેના 150મા સ્થાપના વર્ષ પર રોકાણકારોને ભેટ આપી છે. કંપનીએ ₹5/શેરનું ખાસ ડિવિડન્ડ અને ₹18નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે.

પડકારનો સમય પણ
પરંતુ કંપનીની સામે ઘણા પડકાર છે. NSE એ પ્રસ્તાવ રાખ્યો છે કે ઈક્વિટી ડિરેવેટિવ્સની એક્સપાયરી ડેટ્સ મંગળવાર અને ગુરૂવારે કરવામાં આવે. અત્યારે મંગળવાર BSE ની એક્સક્લુઝિવ એક્સપાયરી ડેટ છે, જેનાથી તેને ફાયદો મળે છે. જો આ પ્રસ્તાવ મંજૂર થઈ ગયો તો BSE નો આ ફાયદો ખતમ થઈ શકે છે.

આ ઉપરાંત, BSE ક્લિયરિંગ કોર્પોરેશનની સ્વતંત્રતા સંબંધિત નિયમનકારી ફેરફારો અંગે સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યું છે. કોમન કોન્ટ્રેક્ટ નોટ દ્વારા ટ્રાન્ઝેક્શન ડિસ્ક્લોઝરને પ્રમાણિત કરવાની યોજનાને પણ એપ્રિલથી લંબાવવામાં આવી છે જેથી તેનો સરળતાથી અમલ થઈ શકે.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news