બજેટ 2020: રીયલ એસ્ટેટ સેક્ટરની ડિમાન્ડ, હોમ લોનના વ્યાજ પર મળે 100% ટેક્સ છૂટ

ગત થોડા સમયથી રીયલ એસ્ટેટ સેક્ટર મંદી પડી રહ્યું છે. ખાસકરીને 2016માં થયેલી નોટબંધી બાદ આ સેક્ટરમાં વેચાણ સતત ઘટતું જાય છે. જોકે ગત એક વર્ષમાં આ સેક્ટરની હાલત થોડી સુધરતી જોવા મળી રહી છે. એવામાં બજેટ 2020 (Budget 2020)થી રીયલ એસ્ટેટ સેક્ટર ખૂબ આશાઓ છે.

બજેટ 2020: રીયલ એસ્ટેટ સેક્ટરની ડિમાન્ડ, હોમ લોનના વ્યાજ પર મળે 100% ટેક્સ છૂટ

નવી દિલ્હી: ગત થોડા સમયથી રીયલ એસ્ટેટ સેક્ટર મંદી પડી રહ્યું છે. ખાસકરીને 2016માં થયેલી નોટબંધી બાદ આ સેક્ટરમાં વેચાણ સતત ઘટતું જાય છે. જોકે ગત એક વર્ષમાં આ સેક્ટરની હાલત થોડી સુધરતી જોવા મળી રહી છે. એવામાં બજેટ 2020 (Budget 2020)થી રીયલ એસ્ટેટ સેક્ટર ખૂબ આશાઓ છે. આ સેક્ટરને લઇને તેમની ઘણી માંગ પણ છે. રીયલ એસ્ટેટ સેક્ટરની સૌથી મોટી ડિમાન્ડ આ સેક્ટરના રિવાઇલ કરી છે.

રિયલ એસ્ટેટના ડેવલોપરની સંસ્થા ક્રેડાઇએ આ ક્ષેત્રના ઉદ્યોગને દરજ્જો આપવાની માંગ પુનરાવર્તિત કરતાં કેન્દ્રીય નાણામંત્રી પાસે હોમ લોન પર વ્યાજ ચૂકવવાપાત્ર પર સો ટકા ડિડક્શન (ઘટાડો)નો લાભ આપવાની માંગ કરી છે. સંગઠનનું કહેવું છે કે જો વર્ષ 2020 સુધી બધા આવાસ ઉપલબ્ધ કરાવવાની છે તો સરકારે એફોર્ડેબલ હાઉસની પણ પરિભાષા બદલવી જોઇએ. 

ક્રેડાઇના નેશનલ પ્રેસિડેન્ટ સતીશ માગરે કહ્યું કે હાલ દેશના જીડીપીમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની ભાગીદારી લગભગ આઠ ટકા છે અને કૃષિ બાદ આ બીજું એવું ક્ષેત્ર છે જે સૌથી વધુ રોજગાર ઉપલબ્ધ કરાવે છે. એટલા માટે સરકારે આ ક્ષેત્રને સુસ્તીમાંથી બહાર કાઢવા માટે પગલું ભર્યું છે. આમ તો નોટબંધી બાદ જ આ ક્ષેત્રમાં સુસ્તી છે અને નવા પ્રોજેક્ટની સંખ્યા ખૂબ ઓછી થઇ ગઇ છે. 

અમારી સહયોગી ટીવી ચેનલ ZEE બિઝનેસ સાથે વાતચીત કરતાં પ્રભુદાસ ગ્રુપની જોઇન્ટ એમડી (MD) અમીષા વોરાનું કહેવું છે કે સરકારને બજેટમાં કોઇ મોટા ટેક્સ (Tax) રાહતની જાહેરાત કરવી જોઇએ. તેમનું માનવું છે કે ફક્ત સસ્તા હાઉસિંગ પર ફોકસ કરવાથી ઇકોનોમી રિવાઇસ થશે નહી. તે કહે છે કે ફક્ત એફોર્ડેબલ નહી પર તમામ હાઉસિંગ સેગમેન્ટને મદદની જરૂર છે.   

તેમણે કહ્યું કે સરકારને ઘરોના વેચાણ માટે પ્રોત્સાહન આપવું જોઇએ. રિયલ એસ્ટેટ સેક્ટરની એક માંગ છે કે સરકાર ડિવિડેન્ડ ડિસ્ટ્રિબ્યૂશન ટેક્સ (Dividend distribution tax) માં પણ રાહત આપે. વોરાના અનુસાર ડિવિડેન્ડ ડિસ્ટ્રિબ્યૂશન ટેક્સ ત્રણ લેવલ પર લાગે છે.  

અમીષા વોરા કહે છે કે પહેલાં કંપની કમાઇ અને તેના ઉપર ટેક્સ ભરે ત્યારે જઇને નેટ પ્રોફિટ આવે. ત્યારબાદ નેટ પ્રોફિટનો જે ઓનર છે, જે ઇક્વિટી શેર હોલ્ડર છે, તે તેમાંથી થોડા પૈસા લે અને ફરીથી ફરીથી ટેક્સ ભરે. પછી ઇક્વિટી ઇન્વેસ્ટરને ડિવિડેન્ડ આવ્યું, એટલે કે ઇનકમ ટેક્સ આવે તો પછી તેના પર ટેક્સ ભરો. તે કહે છે કે તેના લીધે તેમાં ખૂબ ફેરફારની જરૂર છે.

તે કહે છે કે સરકારે કોર્પોરેટ સેક્ટરને ટેક્સ (corporate tax)માં રાહત આપી. તેમનો પ્રોફિટ તો આ વર્ષ વધશે પરંતુ જો ડિમાન્ડ કોઇ કારણે રિવાઇવલ ન થાય તો આ પુરા પૈસા શેર બાયબેકમાં જતા રહેશે. તે કાં તો કંપની પાસે જશે પરંતુ કેપેક્સ નહી હોય. તેમનું કહેવું છે કે જો તેમાં રાહત આપવામાં આવે તો તેનો ફાયદો મળશે. આ ટેક્સમાં રાહત મળતાં શેરધારકોની બચતમાં વધારો થઇ શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news