2030માં ત્રીજી સૌથી મોટી Economy બનશે ભારત, જાપાન સહિત આ દેશોને આપશે માત

બ્રિટિશ થિંક ટેંકનું માનવું છે કે 2025માં ભારત ઇંગ્લેન્ડને પાછળ રાખીને પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બનશે. તે 2030માં જાપાનને પણ પાછળ છોડી દેશે.

2030માં ત્રીજી સૌથી મોટી Economy બનશે ભારત, જાપાન સહિત આ દેશોને આપશે માત

નવી દિલ્હી: ભારતીય અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર છે. કોરોના કાળમાં અર્થવ્યવસ્થા લોકડાઉનને કારણે કે જે પાંચમા સ્થાનેથી છઠ્ઠા સ્થાને આવી ગઇ હતી તે આગામી 10 વર્ષમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. એક બ્રિટીશ થિંક ટેન્કે આ કહ્યું છે.

બ્રિટનને પાછળ છોડી દેશે ભારત
ગ્લોબલ થિંક ટેન્ક સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ (CEBR)ના અહેવાલમાં જણાવાયું છે કે ભારત 2024 સુધીમાં બ્રિટનથી પાછળ રહેશે અને 2025માં તેને પાછળ છોડી દેશે. 2035 સુધીમાં ભારતનો ગ્રોથ રેટ ઘટીને 5.8 ટકા પર આવી જશે.

2027માં જર્મની પણ થઈ જશે પાછળ
2027માં ભારતની ઇકોનોમી જર્મનીને પાછળ છોડી દેશે અને 2030માં તે જાપાનને પાછળ છોડી ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. સીઇબીઆરનું માનવું છે કે 2021માં ભારતની અર્થવ્યવસ્થામાં 9 ટકાનો જબરદસ્ત વિકાસ જોવાશે અને તે આગામી નાણાકીય વર્ષમાં 7 ટકાના દરથી વિકાસ કરશે.

પડોશી દેશ આપશે અમેરિકાને માત
પાડોશી દેશ ચીનને કોરોનાને કારણે વરદાન મળ્યું છે અને આ દેશ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. અમેરિકાની અર્થવ્યવસ્થા હજુ પણ સંઘર્ષ કરી રહી છે. દેશની આર્થિક વૃદ્ધિ 2022 અને 2024ની વચ્ચે 1.9 ટકા રહેવાની ધારણા છે. તે પછી તે 1.6 ટકાના દરે વધશે. આ જ કારણ છે કે ચીન અંદાજ પૂર્વે 5 વર્ષ પહેલા અમેરિકાથી આગળ નીકળી જશે.

આ રીતે ચીન પકડશે ગતિ
છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ચીન વચ્ચે ઇકોનોમિક અને સોફ્ટ પાવર સંઘર્ષ ચાલી રહ્યો છે. કોવિડ -19 મહામારીએ તેને ચીનના પક્ષમાં ફેરવ્યું છે. રિપોર્ટ અનુસાર, ચીને શરૂઆતમાં લોકડાઉન મૂકીને મહામારી સાથેના વ્યવહારમાં ખૂબ કુશળતા બતાવી હતી જ્યારે યુ.એસ.એ હજુ સંઘર્ષ કરવો પડ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news