પેટ્રોલ વિના દોડશે તમારી કાર, મોદી સરકાર કરવા જઇ રહી છે આ કામ

કેન્દ્રીય વાહન વ્યવહાર અને પરિવહન મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ કહ્યું કે પરિવહન મંત્રાલય એક ફ્લેક્સી એન્જીન વિકલ્પ  (Flexi Engine option)યોજના પર કામ કરી રહી છે, જેથી મુસાફરો પોતાના મનપસંદ ઇંધણ વિકલ્પની પસંદગી કરી શકશે.

પેટ્રોલ વિના દોડશે તમારી કાર, મોદી સરકાર કરવા જઇ રહી છે આ કામ

નવી દિલ્હી: કેન્દ્રીય વાહન વ્યવહાર અને પરિવહન મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ કહ્યું કે પરિવહન મંત્રાલય એક ફ્લેક્સી એન્જીન વિકલ્પ  (Flexi Engine option)યોજના પર કામ કરી રહી છે, જેથી મુસાફરો પોતાના મનપસંદ ઇંધણ વિકલ્પની પસંદગી કરી શકશે. પરિવહન મંત્રીએ કહ્યું કે આગામી દિવસોમાં ગ્રાહકો કાર ચલાવવા માટે પેટ્રોલ અથવા ઇથેલોન (Ethanol)માંથી પોતાની મરજીથી કંઇપણ સિલેક્ટ કરી શકે છે. 

ઇથેનોલ ઇંધણને પ્રોત્સાહ
આ દરમિયાન નિતિન ગડકરી  (Nitin Gadkari)એ અનાજ માટે ઇથેનોલ  (Ethanol) બનાવવાની જરૂરિયાત જણાવી. તેમણે કહ્યું કે શેરડીમાં ઇથેનોલ બનાવાની ખૂબ જ સંભાવના છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં જ નિતિન ગડકરીએ ઓટોમોબાઇલ ઇંડસ્ટ્રી (Automobile Industry) ને દરેક સંભવ મદદનો વાયદો કર્યો હતો. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ વૈકલ્પિક ઇંધણ વ્યવસ્થાને વધારવા માટે મોટાપાયે ભરતમાં ફ્લેક્સ-ફ્યૂલ એન્જીન  (Flexi Engine) શરૂ કરીને ઓટોમોબાઇલ ઇંડસ્ટ્રીને પ્રોત્સાહિત કરવામાં આવશે. 

ઓટોમેકર્સ પોતાના ફ્યૂલ પંપ પણ સ્થાપિત કરી શકશે
વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહિત કરવા માટે સરકારે ઓટોમેકર્સને પોતાને ફ્યૂલ પંપ (Fuel Pump) સ્થાપિત કરવાની પરવાનગી આપવાનો નિર્ણય કર્યો છે. શરત એટલી છે કે ગ્રીન ફ્યૂલ (Green Fuel) પણ રાખો. નિતિન ગડકરીએ કહ્યું કે કાર નિર્માતા સરળતાથી બ્રાજીલ, અમેરિકા અને કેનેડાના બરાબર ફ્લેક્સ એન્જીન બનાવી શકે છે. નિતિન ગડકરીએ કહ્યું ભારતને ઓટોમોબાઇલ ઇંડસ્ટ્રીનું હબ બનાવવા અને વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવા માટે ક્રૂડ ઓઇલ આયાતમાં 7 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news