સરકારી કર્મચારીઓના રિટાયરમેન્ટની ઉંમરમાં થશે બદલાવ? મોદી સરકારના મંત્રીએ આપી મોટી જાણકારી
Central Government Employees Retirement Age: થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર આવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે, સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય બે વર્ષ વધારીને 62 કરવામાં આવશે. તેના પર કેન્દ્ર તરફથી જવાબ આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે, હાલમાં આવી કોઈ યોજના નથી.
Trending Photos
Central Government Employees Retirement Age: કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે બુધવારે કહ્યું કે, સરકાર તેના કર્મચારીઓની નિવૃત્તિ વયમાં ફેરફાર કરવાના કોઈપણ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જિતેન્દ્ર સિંહે એમ પણ કહ્યું હતું કે, કર્મચારીઓની નિવૃત્તિથી ઊભી થતી ખાલી જગ્યાઓને દૂર કરવાની સરકાર પાસે કોઈ નીતિ નથી. સિંહે કહ્યું કે, "સરકાર પાસે સરકારી કર્મચારીઓની સેવા નિવૃત્તિ વયમાં ફેરફાર કરવા માટે કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી."
નિવૃત્તિ વયમાં ફેરફારની માંગ
જ્યારે પૂછવામાં આવ્યું કે શું કોઈ સરકારી કર્માચારી સંધ અથવા સંગઠને સેવા નિવૃત્તિ વયમાં બદલાવની માંગ કરી છે, તેના જવાબમાં મંત્રીએ કહ્યું કે, "રાષ્ટ્રીય પરિષદ (સંયુક્ત સલાહકાર તંત્ર)થી કર્મચારીઓ દ્વારા કોઈ ઔપચારિક દરખાસ્ત મળી નથી." કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારોના કર્મચારીઓની સેવા નિવૃત્તિ વયની વિગતો અને સેવા નિવૃત્તિ વયમાં અસમાનતાના કારણોના પ્રશ્ન પર સિંહે કહ્યું કે, "સરકારમાં આવો કોઈ ડેટા કેન્દ્રીય રૂપથી રાખવામાં આવતો નથી, કારણ કે આ વિષય રાજ્યની યાદીમાં આવે છે."
વૃદ્ધો માટે જરૂરત વધવા પર વધારાનું પેન્શન
આ ઉપરાંત અન્ય એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રએ બુધવારે કહ્યું કે, ઓલ્ડ પેન્શનરોને વધારાનું પેન્શન આપવામાં આવે છે, કારણ કે તેમની જરૂરિયાતો ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિને ધ્યાનમાં રાખીને આ યોગ્ય છે. કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, પેન્શન વિતરણ સત્તાવાળાઓ/બેન્ક દ્વારા જરૂરિયાત મુજબ પેન્શનર/પરિવાર પેન્શનરને વધારાનું પેન્શન આપોઆપ ચૂકવવામાં આવે છે.
મંત્રીના જણાવ્યા અનુસાર સરકારના છઠ્ઠા કેન્દ્રીય પગાર પંચ (CPC)ની ભલામણ મુજબ 80 વર્ષની ઉંમર પર 20 ટકા, 85 વર્ષની ઉંમરે 30 ટકા, 90 વર્ષની ઉંમર પર 40 ટકા, 95 વર્ષની ઉંમરે પહોંચવા પર 50 ટકા અને 100 વર્ષની ઉંમર પર 100 ટકા વધારાના પેન્શનની મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, ઉંમર સાથે ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત જરૂરિયાતો વધે છે, તેથી વધારાના પેન્શનની જોગવાઈ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે