સરકારે ખાદ્યતેલ પર આયાત શુલ્ક વધારતા ખેડૂતોને રાહત

આયાત શુલ્ક વધતા આયાતીની તુલનાએ સ્થાનીક તેલની માંગ વધશે

સરકારે ખાદ્યતેલ પર આયાત શુલ્ક વધારતા ખેડૂતોને રાહત

નવી દિલ્હી : કેન્દ્રએ સસ્તી આયાત પર લગામ લગાવવા માટે સ્થાનીક કિંમતોમાં વધારાનાં ઇરાદાથી કાચા પામ તેલ પર આયાત શુલ્ક 15 ટકાથી વધારીને 30 ટકા તથા રિફાઇન્ડ પામ આયાત શુલ્ક 25 ટકાથી વધારીને 40 ટકા કરી દીધું છે. આ પગલાનો મુખ્ય હેતું ખેડૂતો તથા રિફાઇનરીનાં કામમાં લાગેલા એકમને રાહત આપવાનો છે. 

કેન્દ્રીય ઉત્પાદન અને સીમા શુલ્ક બોર્ડ (CBEC)એ કાલે રાત્રે કહ્યું કે સોયાબીન તેલ, સુર્યમુખી તેલ, કૈનોલા સરસીયુ (કાચુ તથા રિફાઇન્ડ) પર આયાત શુલ્ક વધારી દેવામાં આવ્યું છે. ઉપરાંત સોયાબીન પર પણ સરકાર દ્વારા આયાત શુલ્ક વધારી દેવામાં આવ્યું છે. 

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીની અધ્યક્ષતામાં અંતર   મંત્રાલયી સમુહ અને વડાપ્રધાનનાં આર્થિક સલાહકાર પરિષદ(PMEAC)એ સ્થાનીક બજારોમાં કિંમત સ્થિતીની સમીક્ષા કરી હતી અને ખાદ્ય તેલ અને તેલીબિયા પર આયાત શુલ્ક વધારવા માટેની ભલામણ કરી હતી. CBEC અનુસાર કાચા પામ તેલ પર આયાત શુલ્ક બમણું કરીને 30 ટકા, જ્યારે રિફાઇન્ડ પામ તેલ પર 25 ટકાથી વધારીને 40 ટકા કરી દીધું છે. કાચુ સોયાબીન તેલ પર આયાત શુલ્ક 17.5 ટકાથી વધારીને 30 ટકા જ્યારે રિફાઇન્ડ સોયાબીન તેલ પર 20 ટકાથી વધારીને 35 ટકા કરી દેવામાં આવ્યું છે. 

આ પ્રકારે કાચુ સૂર્યમુખી તેલ પર આયાત શુલ્ક 12.5 ટકાથી વધારીને 25 ટકા, જ્યારે રિફાઇન્ડ સૂર્યમુખી તેલ પર 20 ટકાથી વધારીને 35 ટકા કરવામાં આવ્યું છે. સાથે જ કાચુ કૈનોલા રેસીડ સરસીયા તેલ પર આયાત શુલ્ક 12.5 ટકાથી વધારીને 25 ટકા જ્યારે રિફાઇન્ડ  કેનોલા સરીસયા પર આયાત શુલ્ક વધારીને 20 ટકાથી વધારીને 35 ટકા કરી દેવાયું છે. માહિતી અનુસાર આ સાથે જ સોયાબીન પર આયાત શુલ્ક 30 ટકાથી વધારીને 45 ટકા કરી દેવાયું છે. 

આ પગલાનું સ્વાગત કરતા ઉદ્યોગ સંગઠન સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (SOPA)એ કહ્યું કે, તમામ તેલિબિયાએ ભાવનું લઘુત્તમ સમર્થન મુલ્યથી નીચે આવી ગયું છે. તેનાંથી ખેડૂતોની સમસ્યા વધી ગઇ હતી. સરકારે અંતત અમારી માંગનાં તર્ક પર ધ્યાન આપ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news