ટુંક જ સમયમાં ચેકનાં તમામ વ્યવહારો થઇ જશે બંધ જાણો શા માટે ?

નોટબંધી અને GST બાદ હવે સરકાર ચેકબંધી જેવું બોલ્ડ પગલું ભરવાની તૈયારીમાં

Updated By: Nov 17, 2017, 04:10 PM IST
ટુંક જ સમયમાં ચેકનાં તમામ વ્યવહારો થઇ જશે બંધ જાણો શા માટે ?
નોટબંધી અને GST બાદ સરકાર ચેકબંધીનું વધારે એક બોલ્ડ પગલું

નવી દિલ્હી : જો તમે ચેકથી પેમેન્ટ કરો છો તો આ સમાચાર તમારા કામની છે, આ સમાચારને ધ્યાનથી વાંચવા જ તમારા માટે હિતાવહ રહેશે. સરકાર નોટબંધીનું એક વર્ષ પુરૂ થયા બાદ બેંકિંગ વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે એક અન્ય મહત્વનું પગલુ ઉઠાવી શકે છે. સરકાર ચેકનાં માધ્યમથી લેવડ દેવડ બંધ કરવા અંગે વિચારી રહી છે. અખિલ ભારતીય વ્યાપારી સંઘ (CAIT)નું કહેવું છે કે સરકાર ચેક દ્વારા થનાર લેવડ દેવડ પર ટુંક જ સમયમાં પ્રતિબંધ લગાવી શકે છે. 

ચેક દ્વારા પેમેન્ટ ન થાય તેનાં માટે સરકાર ચેકબુક બંધ કરી શકે તેવી શક્યતાઓ છે. નોટબંધી બાદથી જ મોદી સરકાર ડિજીટલ પેમેન્ટને પ્રમોટ કરવાનાં પ્રયાસો કરી રહી છે. ડિજીટલ પેમેન્ટનાં પ્રમોશન માટે સરકાર ઘણી આકર્ષક ઓફર્સ પણ રજુ કરી ચુકી છે. જો કે હવે સરકાર ચેક બુક બંધ કરવા અંગે પણ વિચારી રહી છે. જો આ પગલું ઉઠાવાય છે કે તો વેપારીઓ પાસે રોકડ ચુકવણી ઉપરાંત ડિજીટલ પેમેન્ટનું જ ઓપ્શન બચશે. 

CAITનાં જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલ અનુસાર સરકાર ડિજીટલ પેમેન્ટને પ્રમોટ કરી રહી છે. સરકાર અર્થવ્યતંત્રને રોકડ રહિત બનાવવાનાં પ્રયાસો કરી રહી છે. ડિજીટલ પેમેન્ટને પ્રમોટ કરવા માટે સરકાર ક્રેડિટ અને ડેબીટ કાર્ડનાં માધ્યમથી ચુકવણી થાય તેવું ઇચ્છે છે. હાલ સરકાર નોટો છપાવવા માટે 25 હજાર રકોડ રૂપિયાનો ખર્ચ કરે છે. જ્યારે આ નોટોની જાળવણી માટે 6 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. 

આ પ્રકારે નોટોની છપામણી અને સંભાળમાં આશરે 31 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જો સરકાર કેશલેસ ઇકોનોમી બનાવવામાં સફળ થાય છે તો આ ખર્ચ લગભગ નહીવત્ત જેવો થઇ જશે. જેનાં કારણે સરકારનાં 31 હજાર કરોડ રૂપિયાની બચત થશે. જો કે સરકાર ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રમોટ કરવા ઇચ્છે છે તો કાર્ડ પેમેન્ટ પર લાગતા તમામ ચાર્જ નાબુદ કરવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં 80 કરોડ એટીએમ છે પરંતુ તે પૈકી માત્ર 5 ટકા કાર્ડ જ ડિજીટલ પેમેન્ટ માટે ઉપયોગમાં લેવાય છે. બાકી મોટા ભાગે રોકડ ઉપાડવા માટે જ ઉપયોગમાં લેવાય છે.