એક બાજુથી સોનું નાખો, બીજી બાજુથી પૈસા કાઢો...સોનાની ખરીદ-વેચાણ માટે આ જગ્યાએ લાગ્યું ATM

Gold ATM : સોનાના ભાવમાં તાજેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે ગોલ્ડ એટીએમની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. આ દેશના લગભગ 100 શહેરોમાં આવા એટીએમ લગાવવામાં આવ્યા છે. આ ATM તરત જ સોનાની શુદ્ધતા જણાવે છે, લાઇવ કિંમત બતાવે છે અને તમે બેંકમાંથી પૈસા ટ્રાન્સફર પણ કરી શકો છો.

એક બાજુથી સોનું નાખો, બીજી બાજુથી પૈસા કાઢો...સોનાની ખરીદ-વેચાણ માટે આ જગ્યાએ લાગ્યું ATM

Gold ATM : વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ પણ ઈનોવેશનની બાબતમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશના સૌથી મોટા શહેર શાંઘાઈના એક મોટા શોપિંગ મોલમાં એક અનોખું ATM લગાવવામાં આવ્યું છે. શાંઘાઈનું આ પહેલું ગોલ્ડ એટીએમ છે. દુનિયામાં સોનાની કિંમત વધી રહી છે ત્યારે આ નાનકડું મશીન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સ્થાનિક મીડિયા અનુસાર, આ ATM પર હંમેશા લોકોની ભીડ રહે છે. આ ATM સોનાને 1,200 ડિગ્રી સેલ્સિયસ પર પીગાળે છે, તરત જ સોનાની શુદ્ધતા જણાવે છે, લાઈવ કિંમત પણ બતાવે છે અને તમે બેંકમાંથી પૈસા ટ્રાન્સફર પણ કરી શકો છો. ગ્રાહકોને આ ATMના આ ફીચર્સ ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

આ એટીએમથી ગોલ્ડ ટ્રાન્ઝેક્શન ખૂબ જ સરળ છે. સૌ પ્રથમ આ મશીન સોનાનું વજન કરે છે. તે તપાસે છે કે સોનું 99.99% શુદ્ધ છે કે નહીં. પછી મશીન શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જના લાઈવ રેટ પ્રમાણે પૈસાની ગણતરી કરે છે. આમાંથી એક નાનો સર્વિસ ચાર્જ કાપવામાં આવે છે. ત્યારે સોશિયલ મીડિયા પર યુઝર કહી રહ્યા છે કે આશા છે કે ટૂંક સમયમાં ભારતમાં પણ ગોલ્ડ એટીએમ જોઈશું. અન્ય એક યુઝરે મજાકમાં કહ્યું કે તે ભારત માટે એક શાનદાર પ્રોડક્ટ છે પરંતુ ચેઈન સ્નેચરો માટે પણ મજેદાર છે.

 

It melts the gold and transfers the amount corresponding to its weight to your bank account.

— Tansu Yegen (@TansuYegen) April 19, 2025

ચીનમાં સોનાનું મહત્વ

ભારતની જેમ ચીનમાં પણ સોનાને સમૃદ્ધિ અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. લગ્ન, બાળકનો જન્મ અને તહેવારો જેવા પ્રસંગોએ સોનાની ભેટ આપવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, આ ATM શેનઝેન સ્થિત કંપની કિંગહુડ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ATM ચીનના અંદાજે 100 શહેરોમાં લગાવવામાં આવ્યા છે. શાંઘાઈમાં વધુ એક ગોલ્ડ એટીએમ પણ લગાવવામાં આવનાર છે. જે દર્શાવે છે કે લોકો હવે એટીએમમાંથી સોનું ખરીદવામાં વધુ રસ દાખવી રહ્યા છે. જેમ જેમ સોનાની કિંમત વધશે તેમ આ મશીનો વધુ લોકપ્રિય થશે. ગ્રાહકો કોઈપણ મુશ્કેલી વિના સરળતાથી સોનાની ખરીદી અને વેચાણ કરી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news