)
No CIBIL Score For Loan: જ્યારે તમે કોઈ ગાડી, બાઇક કે પછી ઘર માટે લોન લેવા જાવ તો સૌથી પહેલા તમારા સિબિલ સ્કોર ચેલ કરવામાં આવે છે. જો સિબિલ સ્કોર સારો ન હોય તો બેંક લોન આપવાની ના પાડી દે છે. પરંતુ તેવા લોકોને હવે સરકાર તરફથી રાહત આપવામાં આવે છે. વર્તમાનમાં બેંકનો નિયમ છે કે જો તમારો સિબિલ સ્કોર ખરાબ છે તો બેંકમાંથી તમને લોન મળી શકશે નહીં. હકીકતમાં લોન લેવાનું એક પેરામીટર સિબિલ સ્કોર છે. દરેકનો સિબિલ સ્કોર 300થી લઈને 900 વચ્ચે હોય છે. તેના આધાર પર તે વ્યક્તિનું પરફોર્મંસ નક્કી થાય છે.
સિબિલ સ્કોરથી શું થાય છે?
સિબિલ સ્કોર 900 ની નજીક આવે છે, તે લોકોને લોન લેવામાં અને લોનની રકમ વધારવામાં એટલી જ મદદ કરે છે. એ પણ સમજી શકાય છે કે જો કોઈનો સ્કોર 300 ની નજીક અથવા 600 થી નીચે હોય, તો કોઈપણ બેંક લોન આપવામાં બેદરકારી દાખવી શકે છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે લોનના કિસ્સામાં સિબિલ સ્કોરને માપદંડ તરીકે ગણવામાં આવશે નહીં કારણ કે સરકારે સંસદમાં કહ્યું છે કે જો કોઈનો સિબિલ સ્કોર ખરાબ હોય તો બેંક લોન આપવાનો ઇનકાર કરી શકે નહીં.
સિબિલ સ્કોર ખરાબ કે ઓછો હોઈ શકે છે પરંતુ બેંક તે સંજોગોમાં પણ લોકોને લોન આપવાનો ઇનકાર કરશે નહીં. જો કોઈ પહેલીવાર લોન માટે અરજી કરી રહ્યું છે, તો તે પરિસ્થિતિમાં બેંક તેનો સિબિલ સ્કોર માંગશે નહીં.
શું થશે ફાયદો?
હકીકતમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આ વિશે બોલતા આરબીઆઈના નિયમનો ઉલ્લેખ કર્યો. આરબીઆઈએ પોતાના નિયમોમાં કહ્યું કે સિબિલ સ્કોરને લઈને કોઈ લઘુત્તમ નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ નિવેદનનો અર્થ છે કે આરબીઆઈ ક્યારેય તે કહેવું નથી કે લોન લેવા માટે આટલો સિબિલ સ્કોર હોવો ફરજીયાત છે.