ડિજિટલ ઇન્ડિયાથી આટલા માટે ભાગી રહી છે કંપનીઓ, એક્સપર્સ્ટે ગણાવ્યું કારણ

મુળભુત ઢાંચો નબળો હોવાનાં કારણે ભારતીય કંપનીઓ ડિજિટલ ટેક્નોલોજીને અપનાવવામાં પાછી પડી રહી છે

Updated By: Jul 30, 2018, 04:37 PM IST
ડિજિટલ ઇન્ડિયાથી આટલા માટે ભાગી રહી છે કંપનીઓ, એક્સપર્સ્ટે ગણાવ્યું કારણ

સિંગાપુર : મુળભુત ઢાંચો ઓછો હોવાના કારણે ભારતીય કંપનીઓ ડિજિટલીકરણને અપનાવી રહ્યા છે. નિષ્ણાંતોએ આ મંતવ્ય વ્યક્ત કર્યું છે. આ સ્થિતી ત્યારની છે જ્યારે મોટા ભાગના ઉદ્યોગો ઇનોવેશન અને સમાધાન ભારતમાં વિકસિત કરવામાં આવી રહ્યા છે. એસપી જૈન સ્કુલ ઓફ ગ્લોબલ મેનેજમેન્ટમાં લોજિસ્ટિક્સ એન્ડ સપ્લાઇ મેનેજમેન્ટના પ્રોફેસર અને ગ્લોબલ એમબીએના પ્રમુખ ડૉ. અસેરકરે કહ્યું કે, લગભગ તમામ આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ભારતમાં ઉદ્યોગ લેબ સ્થાપિત કરી છે. આ એક એવી સ્થિતી છે જ્યારે ટેક્નોલોજીના સમાધાનનો વિકાસ ભારતમાં થઇ રહ્યો છે. જ્યારે તેનો ઉપયોગ વિશ્વનાં અન્ય દેશોનાં લોકો કરી રહ્યા છે. 

વૈશ્વિક મેનેજમેન્ટ સલાહકાર કંપની એક્સેંચરના પ્રબંધ નિર્દેશક સાઇરિલ વિત્જાસે કહ્યું કે, ભારતમાં પરિવર્તન લાવનાર ટેક્નોલોજીના મેનેજમેન્ટ મુદ્દે પરિસ્થિતી સારી છે. ભારત પાસે યુવા પ્રતિભા છે જે ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સ દ્વારા નવા વિચારોને આગળ વધારી રહ્યા છે. એક્સચેંજર સ્ટ્રેટેજીના બેંગ્લોરમાં સંશોધન કેન્દ્ર છે. 

નિષ્ણાંતોનું કહેવું છે કે મોટા ભાગનાં ઇનોવેશન અને ઉકેલ ભારતમાં બનેલી પ્રયોગશાળામાં આવી રહ્યા છે. તેવામાં ભારતીય કંપનીઓ ડિજિટલ ટેક્નોલોજી ઝડપથી ઓછા ખર્ચે અપનાવવા માટે ભારતીય કંપનીઓ લાભની સ્થિતીમાં છે.