‘સ્વચ્છ ભારત’ મિશનને સહયોગ આપવા કોન્સ્ટેન્સીઆ પરીખ નવા પ્રોજેક્ટમાં રૂ.100 કરોડનું રોકાણ કરશે

યુરોપના બીજા નંબરના સૌથી મોટા ફ્લેક્સીબલ પેકેજીંગ ગ્રુપ કોન્સ્ટેન્સીઆ ફ્લેક્સીબલ્સની ભારતીય પેટા કંપની કોન્સ્ટેન્સીઆ પરીખ દ્વારા ગુરૂવારે જાહેરાત કરવામાં આવી હતી કે ભારત સરકારના ‘સ્વચ્છ ભારત’ મિશનને સહયોગ આપવા માટે કંપની દ્વારા નવો ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. આ નવું એકમ રૂ.100 કરોડના ખર્ચે સ્થપાશે અને તેમાં પર્યાવરણલક્ષી પેકેજીંગના ઉત્પાદન માટે અત્યંત આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે.
‘સ્વચ્છ ભારત’ મિશનને સહયોગ આપવા કોન્સ્ટેન્સીઆ પરીખ નવા પ્રોજેક્ટમાં રૂ.100 કરોડનું રોકાણ કરશે

ગાંધીનગર/અમદાવાદ: યુરોપના બીજા નંબરના સૌથી મોટા ફ્લેક્સીબલ પેકેજીંગ ગ્રુપ કોન્સ્ટેન્સીઆ ફ્લેક્સીબલ્સની ભારતીય પેટા કંપની કોન્સ્ટેન્સીઆ પરીખ દ્વારા ગુરૂવારે જાહેરાત કરવામાં આવી હતી કે ભારત સરકારના ‘સ્વચ્છ ભારત’ મિશનને સહયોગ આપવા માટે કંપની દ્વારા નવો ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. આ નવું એકમ રૂ.100 કરોડના ખર્ચે સ્થપાશે અને તેમાં પર્યાવરણલક્ષી પેકેજીંગના ઉત્પાદન માટે અત્યંત આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે.

આ પેકેજીંગ સોલ્યુશન્સ ભારતમાં હવે પછી લાગુ પડનારા પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું પાલન કરશે અને વિશ્વમાં જે રીતે પેકેજીંગ થઈ રહ્યું છે તેમાં ક્રાંતિ લાવશે. પવન પરીખ (એમડી અને વીપી) જણાવે છે કે "આ પ્રોજેક્ટમાં સરકારની ‘સ્વચ્છ ભારત’ પહેલ માટે નિષ્ઠા દાખવવાનું લક્ષ્ય રખાયું છે."

ભારત ખાતેની નવી સાઈટ દ્વારા હાઈ બેરીયર લેમિનેટસનું ઉત્પાદન કરવામાં આવશે અને તેનું સંપૂર્ણ રિસાયક્લીંગ થઈ શકશે તથા દેશમાં આવનારા નવા નિયમોનું પાલન થશે. ફૂડ અને હોમ એન્ડ પર્સનલ કેર ઉદ્યોગ માટે આ એક સારા સમાચાર છે. આ પ્રોજેક્ટની ભૂમિ પૂજન વિધિ ગયા વર્ષે થઈ ચૂકી છે અને વર્ષ 2019માં વધારાની નવી ક્ષમતા શરૂ થઈ જવાની અપેક્ષા છે.

પરીખ પેકેજીંગ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના વર્ષ 1999માં કરવામાં આવી હતી. ગુજરાતની આ કંપની એ સમયથી જ ભારતના ફ્લેક્સીબલ પેકેજીંગના બજારમાં અગ્રેસર છે અને 20 ટકાથી વધુ એકંદર સરેરાશ વૃધ્ધિ દર ધરાવે છે. કોન્સ્ટેન્સીઆ ફ્લેક્સીબલ જીએમબીએચ દ્વારા પરીખ પેકેજીંગ પ્રાઈવેટ લિમિટેડને વર્ષ 2013માં હસ્તગત કરવામાં આવી હતી. હાલમાં તે સ્થાનિક અને બહુરાષ્ટ્રિય કંપનીઓ તેમજ પેપ્સીકો, યુનિલીવર, નેસ્લે, હેઈન્ઝ, અમૂલ અને પાર્લે જેવી બ્રાન્ડને મોટો પુરવઠો  પૂરો પાડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news