કેન્દ્રીય સરકારી કર્મચારીઓને વધુ એક ભેટ, DAમાં 8 ટકા સુધીનો થયો વધારો
DA Hike: તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે દિવાળીની ભેટ આપતા લગભગ 49.19 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને 68.72 લાખ પેન્શનરો માટે DA અને DRમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો. હવે, કેટલાક અન્ય કેન્દ્રીય સરકારી કર્મચારીઓને ભેટ આપવામાં આવી છે.
Trending Photos
)
DA Hike: કેન્દ્ર સરકારે ફરી એકવાર તેના કેટલાક કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરી દિવાળીની ભેટ આપી છે. આ ભેટ એવા કર્મચારીઓ માટે છે, જે 5મા અને 6ઠ્ઠા પગાર પંચ હેઠળ આવે છે. આવા કર્મચારીઓ માટે DA દરમાં સુધારો જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગયા અઠવાડિયે જ 7મા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓ માટે DAમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો.
કેટલો થયો વધારો?
નાણા મંત્રાલયના આદેશ અનુસાર, 5મા પગાર પંચ હેઠળ પગાર મેળવતા કર્મચારીઓનું DA 466%થી વધારીને 474% કરવામાં આવ્યું છે. આ રીતે 8 ટકાનો વધારો થયો છે. આ સુધારેલ દર 1 જુલાઈ 2025થી અમલમાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો, હવે આ કર્મચારીઓને તેમના મૂળ પગાર પર 474%ના દરે મોંઘવારી ભથ્થું મળશે. નોંધનીય છે કે, 5મા પગાર પંચનો કાર્યકાળ ડિસેમ્બર 2005માં સમાપ્ત થઈ ગયો હતો.
ત્યારબાદ આગામી 10 વર્ષ માટે 6ઠ્ઠા પગાર પંચની રચના કરવામાં આવી હતી. આ અંતર્ગત પગાર મેળવતા કર્મચારીઓનું DA 252%થી વધારીને 257% કરવામાં આવ્યું છે. આ વધારો પણ 1 જુલાઈ 2025થી અમલમાં આવશે. નોંધનીય છે કે, તે જાન્યુઆરી 2006 થી ડિસેમ્બર 2015 સુધી અમલમાં હતું. કેટલીક કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓ અને સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો છે જેના પર 7મા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવી નથી. આ સંસ્થાઓના કર્મચારીઓ હજુ પણ 5મા કે 6ઠ્ઠા પગાર પંચના પગાર માળખા હેઠળ આવે છે.
સાતમા પગાર પંચ હેઠળ કેટલો વધારો?
તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે દિવાળી ભેટ આપતા લગભગ 49.19 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને 68.72 લાખ પેન્શનરો માટે DA અને DRમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. DA અને DR હાલમાં મૂળ પગાર/પેન્શનના 55 ટકા હતા અને તેમા ત્રણ ટકાનો વધારો 1 જુલાઈ 2025થી અમલમાં આવશે.
DA અને DRમાં વધારાથી સરકારી તિજોરી પર કુલ 10,083.96 કરોડ રૂપિયાનો વાર્ષિક પ્રભાવ પડશે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર DA અને DRમાં સુધારો કરે છે. માર્ચમાં જાહેર કરાયેલ અગાઉનો સુધારો 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














