)
Danny Denzongpa Business: બોલિવૂડ સ્ટાર્સનો ચાર્મ ફક્ત ફિલ્મી દુનિયા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેઓ બિઝનેસ જગતમાં પણ અનુભવી ખેલાડીઓ બની રહ્યા છે. અભિનય ઉપરાંત બિઝનેસમાં પણ તેઓ ધુરંધર સાબિત થઈ રહ્યા છે. પછી ભલે તે વિવેક ઓબેરોય હોય કે સંજય. માત્ર અભિનેતાઓ જ નહીં બોલિવૂડ હિરોઈનો પણ બિઝનેસમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. આ રેસમાં બોલિવૂડના વિલન પણ પાછળ નથી. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને વિલન ડેની ડેન્ઝોંગપા આલ્કોહોલના બિઝનેસથી મોટી કમાણી કરી રહ્યા છે.
આલ્કોહોલના બિઝનેસમાંથી રૂપિયા
80s અને 90sના દાયકાના પ્રખ્યાત ખલનાયક ડેની ડેન્ઝોંગપા આલ્કોહોલના બિઝનેસમાંથી ખૂબ જ રૂપિયા કમાઈ રહ્યા છે. એક કે બે નહીં, પરંતુ તેમની 11 બીયર બ્રાન્ડના માલિક છે. ડેની જેનું સાચું નામ ત્સેરિંગ ફિન્ટ્સો છે. ડેનીએ 1987માં દક્ષિણ સિક્કિમમાં યુક્સોમ બ્રુઅરીઝ (Yuksom Breweries) નામની આલ્કોહોલ બ્રાન્ડ શરૂ કરી.
દર વર્ષે વેચાય છે 30 લાખ ક્રેટ
ડેનીની આ બીયર બ્રાન્ડના દર વર્ષે 30 લાખ ક્રેટ વેચાય છે. આ રેકોર્ડ સેલની સાથે જ યુક્સોમ બ્રુઅરીઝ ભારતની ત્રીજી સૌથી મોટી બીયર બ્રાન્ડ બની ગઈ છે. આ કંપની 11 પ્રકારની બીયર બ્રાન્ડનું ઉત્પાદન કરે છે. તેમાં ડેન્ઝોંગ 9000, ઝૂમ, હિમાલયન બ્લુ, ઈન્ડિયા સ્પેશિયલ, ડેમ્સબર્ગ 160000, હેમન 9000, YETI, ડેન્સબર્ગ રોડ જેવી બ્રાન્ડ સામેલ છે. ફિલ્મોમાં પોતાના નેગેટિવ કેરેક્ટરથી લોકોના દિલ જીતનાર ડેની બિઝનેસમાં ઘણી કમાણી કરી રહ્યા છે. ડેનીના બ્રાન્ડનું ઉત્પાદન આસામ ઉપરાંત ઓડિશામાંથી થાય છે. દેશભરમાં આ બ્રાન્ડની બિયરની ખૂબ જ સેલ થાય છે. તેમની કંપની દ્વારા તેઓ ફક્ત પોતાના બિઝનેસ અને રૂપિયામાં વધારો કરી રહ્યા નથી. તેઓ ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પણ રોજગારીનું સર્જન કરી રહ્યા છે.
વિજય માલ્યાના પ્લાન પર ફેરવી દીધું પાણી
2001માં ડેનીએ રાઇનો એજન્સીઓ હસ્તગત કરી. આ ડીલ ડેની માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી, કારણ કે તે સમયે કિંગફિશરના માલિક વિજય માલ્યા પણ ઉત્તરપૂર્વના બજારમાં પ્રવેશવાની યોજના બનાવી રહ્યા હતા. તેઓ પણ આ કંપની ખરીદવા માંગતા હતા, પરંતુ ડેનીએ આ ડીલ તેમના હાથોમાં છીનવી લીધી. આ ડીલે બિયર માર્કેટમાં માત્ર ડેનીની પકડ મજબૂત નથી કરી, પરંતુ માલ્યાના પ્લાન પર ફેરવી દીધું પાણી હતું. આજે તેમની કંપની યુક્સોમનું વાર્ષિક રેવેન્યૂ 100 કરોડ રૂપિયાનું છે. તેમના પ્લાનથી ડેનીએ ઉત્તરપૂર્વ માટે વિજય માલ્યાની યોજનાને નિષ્ફળ બનાવી અને ત્યાં તેમની પકડ મજબૂત કરી.
કેટલી છે ડેનીની સંપત્તિ
ડેની ફક્ત તેના બીયર બ્રાન્ડનો પ્રચાર જ નથી કરી રહ્યા, પરંતુ સ્થાનિક અર્થતંત્રમાં દર વર્ષે 100 કરોડ રૂપિયાનું યોગદાન પણ આપી રહ્યા છે. તેની કંપનીમાં 250થી વધુ કર્મચારીઓ છે. ભારતના ત્રીજા સૌથી મોટા બીયર બ્રાન્ડના માલિક ડેની તેમના ગૃહ રાજ્ય આસામને પ્રમોટ કરવા માટે ત્યાં પોતાનો વ્યવસાય વિસ્તારી રહ્યા છે. જો આપણે નેટવર્થ વિશે વાત કરીએ તો વર્ષ 2024માં ડેનીની નેટવર્થ 30.4 મિલિયન ડોલર એટલે કે લગભગ 252 કરોડ રૂપિયા હતી.