નીરવ મોદી બાદ દિલ્હીના હીરા કારોબારી પર બેંકના કરોડો રૂપિયા ચાઉ કરી જવાનો આરોપ

નીરવ મોદી અને મેહુલ ચોક્સી બાદ સીબીઆઈએ દિલ્હીના એક હીરા કારોબારી પર ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સના 389.85 કરોડ રૂપિયાની કથિત રીતે લોન લઈને પરત ન કરવાનો મામલો નોંધ્યો છે.

નીરવ મોદી બાદ દિલ્હીના હીરા કારોબારી પર બેંકના કરોડો રૂપિયા ચાઉ કરી જવાનો આરોપ

નવી દિલ્હી: નીરવ મોદી અને મેહુલ ચોક્સી બાદ સીબીઆઈએ દિલ્હીના એક હીરા કારોબારી પર ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સના 389.85 કરોડ રૂપિયાની કથિત રીતે લોન લઈને પરત ન કરવાનો મામલો નોંધ્યો છે. સીબીઆઈએ કથિત ફ્રોડ માટે દ્વારકા દાસ શેઠ ઈન્ટરનેશનલ લિમિટેડ પર કેસ દાખલ કર્યો છે. સાર્વજનિક ક્ષેત્રની બેંકની ફરિયાદના છ માસ બાદ એજન્સીએ કંપનીએ ડાઈરેક્ટરો સભ્ય શેઠ, રીતા શેઠ, કૃષ્ણકુમાર સિંહ, રવિ સિંહ તથા એક અન્ય કંપની દ્વારકા દાસ શેઠ એસઈઝેડ ઈનકોર્પોરેશન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

પીએનબી કૌભાંડ:ઈડીએ નીરવ મોદીની 44 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે, જ્યારે બીજી બાજુ પંજાબ નેશનલ બેંકમાં કથિત 11,400 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે પોતાની તપાસ વિસ્તૃત કરતા ઈડીએ શુક્રવારે નીરવ મોદીની પત્ની એમીને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું અને આ સાથે જ નીરવની બેંકમાં રહેલી કેશ તથા શેરો સહિત લગભગ 44 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી. ઈડીએ અબજોપતિ હીરા આભૂષણ કારોબારીની એક વર્કશોપમાંથી મોટી સંખ્યામાં ઈમ્પોર્ટેડ ઘડિયાળો પણ જપ્ત કરી.

ઈડીના અધિકારીઓએ  કહ્યું કે ધનશોધમ રોકથામ કાયદા હેઠળ નીરવ મોદી સમૂહના 30 કરોડ રૂપિયાના બેંક ખાતા અને 13.86 કરોડ રૂપિયાના શેરો પર જપ્તીનો આદેશ જારી કર્યો છે. તેમણે કહ્યું કે નીરવ મોદીની પત્ની તથા અમેરિકી નાગરિક એમીને સમન્સ જારી કરતા કેન્દ્રીય તપાસ એજન્સીએ નીરવ મોદીના સંબંધી અને ગીતાંજલી જેમ્સના પ્રમોટર મેહુલ ચોક્સને પૂછપરછ માટે 26 ફેબ્રુઆરીના રોજ મુંબઈ સ્થિત ઈડી કાર્યાલય બોલાવ્યાં છે.

પૂછપરછ માટે અપાયેલી 22 ફેબ્રુઆરીની તારીખ પર આવવામાં નિષ્ફળ ગયેલા નીરવને પણ આ જ દિવસે એજન્સી સમક્ષ હાજર થવાનું સમન જારી કરાયું છે. અધિકારીઓએ જણાવ્યું કે એજન્સીએ ગત અઠવાડિયે વિભિન્ન સ્થાનો પર નીરવ સંબંધિત સંપત્તિઓ પર દરોડા પાડ્યા બાદ મોટી સંખ્યામાં ઈમ્પોર્ટેડ ઘડિયાળો, સ્ટીલની 176 અલમારીઓ, 158 બોક્સ અને 60 કન્ટેઈનર જપ્ત કર્યા છે.

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news