આ વખતે તહેવારની સીઝનમાં નવી કાર માટે દીવાનગી નહી, જાણી લો કારણ

સર્વે અનુસાર આગામી 306 મહિનામાં 61% લોકો કાર ખરીદવા માટે ઇચ્છુક છે જ્યારે 15% લોકો પોતાની હાલની કારને વેચવામાં રૂચિ ધરાવે છે.

Updated By: Oct 30, 2020, 07:37 PM IST
આ વખતે તહેવારની સીઝનમાં નવી કાર માટે દીવાનગી નહી, જાણી લો કારણ

નવી દિલ્હી: આ તહેવારની સીઝનમાં ભારતીય હેચબેક કારોને ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે, જેનું મુખ્ય કારણ બજેટમાં ઘટાડો છે. ઓએલએક્સ ઓટોસ ઇન્ડિયા સ્ટડીના અનુસાર 61% કાર ખરીદનાર આ તહેવારોની સીઝનમાં એક પ્રી ઓન્ડ કાર ખરીદવા માંગે છે, જ્યારે 56% લોકો હેચબેક કાર ખરીદવાનું પસંદ કરે છે. ઓએલએક્સએ ઓગસ્ટ-ઓક્ટોબર 2020 દરમિયાન 5800 કાર ખરીદારો અને વિક્રેતાઓ સાથે આ સર્વે કર્યો .

સર્વે અનુસાર આગામી 306 મહિનામાં 61% લોકો કાર ખરીદવા માટે ઇચ્છુક છે જ્યારે 15% લોકો પોતાની હાલની કારને વેચવામાં રૂચિ ધરાવે છે.

આ સર્વેમાં ભાગ લેનાર લોકોમાં 51% પગારધારક ક્લાસ હતો જ્યારે 40% સેલ્ફ એમ્પ્લોયડ. વર્કીંગ વસ્તી સાથે આર્થિક અનિશ્વિતતાના કારણે પ્રી ઓન્ડ કારો માટે પ્રાથમિકતામાં ફેરફાર આવ્યો છે. 56% લોકો હેચબેક કાર ખરીદવાનું પસંદ કરશે જ્યારે 44%એ કહ્યું કે તે મોટી કાર ખરીદવામાં રૂચિ ધરાવે છે. 17% લોકો સેડાન ખરીદવાનું પસંદ કરશે અને 11% લોકો SUV ખરીદવાનું મન બનાવી રહ્યા છે. 

કોરોનાકાળમાં બગડ્યું બજેટ
63% લોકો પાસે કાર ખરીદવા માટે ફક્ત 3 લાખ રૂપિયા સુધીનું બજેટ છે, જ્યારે ફક્ત 30% પોતાની જરૂરિયાત અનુસાર કાર ખરીદવા માટે 3 લાખથી વધુ ખર્ચ કરવા માટે તૈયાર છે. 67% પોતાના પરિવાર સાથે ફરવા માટે યૂઝ્ડ કાર ખરીદશે જ્યારે 22% લોકો ઓફિસ યૂઝ માટે પ્રી ઓન્ડ કાર ખરીદવાનું પસંદ કરશે. 

નાણાકીય જરૂરિયાતોને પુરી કરવા માટે કાર વેચી રહ્યા છે લોકો
સર્વેમાં ખબર પડી છે કે 15% પોતાની કારોને વેચવા માંગે છે જ્યારે 53% પોતાની કારોને અપગ્રેડ કરવા અથવા બીજી કાર ખરીદવાનું મન બનાવી રહ્યા છે. 23% લોકો પોતાની નાણાકીય જરૂરિયાતોને પુરી કરવા માટે આમ કરવાની યોજના બનાવી રહ્યા છે. 

સેકન્ડ હેંડ કારની ડિમાન્ડ
ઓએલએક્સ ઓટો ઇન્ડિયાના પ્રમુખ અમિત કુમારનું કહેવું છે કે કોરોનાકાળમાં ઘણા લોકોને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા તો ઘણા લોકોની સેલરી કપાઇ ગઇ એવામાં તહેવારની સિઝનમાં લોકો કાર તો ખરીદવા માંગે છે પરંતુ તેમનું બજેટ બગડી ગયું છે. એવામાં લોકો નવી કારના બદલે સેકન્ડ હેંડ કાર ખરીદવાનું મન બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે સેકન્ડ હેંડ કારોની માંગમાં 133% ટકાનો વધારો થયો છે. 

બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube