નવી દિલ્હી: ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અટકવાનું નામ લઇ રહ્યા નથી. આજે ફરી એકવાર ડીઝલ  (Diesel)ની કિંમત રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગઇ છે. ઓઇલ કંપનીએ ઇંધણના ભાવમાં 19મા દિવસે સતત વધારાનો રેકોર્ડ બનાવી દીધો છે. ઓઇલ માર્કેટિંગ કંપની (HPCL, BPCL, IOC)એ ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ 19મા દિવસે ફરી એકવાર પેટ્રોલ (Petrol) ના ભાવમાં 14 પૈસાનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં 16 પૈસાનો વધારો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં એક લીટર ડીઝલ 80 રૂપિયાથી મોંધુ
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ડીઝલના ભાવમાં વધારાની અસર એટલી જોવા મળી કે પહેલીવાર આ પેટ્રોલ કરતાં મોંઘુ થઇ ગયું છે. ભારતીય ઇતિહાસમાં પહેલીવાર એક લીટર ડીઝલ 80.04 રૂપિયા થયું છે. ગુરૂવારે થયેલા વધારા બાદ દિલ્હીમાં એક લીટર ડીઝલની કિંમત 80.04 રૂપિયા થઇ ગયું છે. જ્યારે પેટ્રોલની કિંમત 79.92 રૂપિયા પ્રતિ લીટર છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં એક તરફ 15 દિવસથી ક્રૂડ ઓઇલના ભાવમાં 35-40 ડોલર પ્રતિ બેરલ વચ્ચે છે, તો બીજી તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે.  
  
19 દિવસમાં 10.41 રૂપિયા મોંઘું થયું ડીઝલ
જાણકારોનું કહેવું છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગત 19 દિવસમાં પેટ્રોલની કિંમતમાં લગભગ 8.64 રૂપિયાનો વધારો કર્યો છે. તો બીજી તરફ 19 દિવસમાં 10.41 રૂપિયા મોંઘું થયું છે.
 
દરરોજ 6 વાગે બદલાય છે ભાવ
તમને જણાવી દઇએ કે દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે છ વાગ્યાથી નવા ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઇ જાય છે. 


આ પ્રકારે જાણી શકો છો આજનો તાજા ભાવ
પેટ્રોલ-ડીઝલનો દરરોજનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો (How to check diesel petrol price daily). ઇન્ડીયન ઓઇલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક SP લખીને 9223112222 નંબર પર મોકલી શકે છે. તો બીજી તરફ એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને જાણી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube