સોના બાદ હાથની બહાર ગઈ ચાંદી, ધનતેરસ પહેલા બનાવ્યો નવો રેકોર્ડ, ભાવમાં જબરદસ્ત વધારો
Silver Prices: વૈશ્વિક બજારમાં શુક્રવારે ચાંદી 54.38 ડોલર પ્રતિ ઔંસની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. ચાંદી હાલમાં 0.65% વધીને 168,760 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.
Trending Photos
)
Silver Prices: સોનું અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચાંદીએ રેકોર્ડ તોડી નાખ્યા છે, જેનાથી રોકાણકારો અને બજાર નિષ્ણાતો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ધનતેરસ અને દિવાળી પહેલા લોકો વિચારી રહ્યા છે કે આ વધારો કેટલો સમય રહેશે અને શું ચાંદી 2 લાખ રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચશે. કોઈને ખબર નથી કે સોના અને ચાંદીના ભાવ ક્યાં સમાપ્ત થશે.
ધનતેરસના એક દિવસ પહેલા ગ્લોબલ ટ્રેંડ્સના કારણે MCX પર ચાંદીની કિંમત નવા રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. MCX ચાંદીના ડિસેમ્બર ફ્યુચર્સ 2,750 રૂપિયા અથવા 1.6% વધીને 1,70,415 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરે પહોંચી છે. વૈશ્વિક બજારમાં શુક્રવારે ચાંદી 54.38 ડોલર પ્રતિ ઔંસની નવી ટોચે પહોંચી છે. ચાંદી હાલમાં 0.65% વધીને 1,68,760 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે.
વૈશ્વિક સ્તરે સોનું 2008 પછી સર્વશ્રેષ્ઠ સાપ્તાહિક પ્રદર્શન તરફ આગળ વધી રહ્યું છે. આ તેજી અમેરિકા-ચીન વેપાર તણાવમાં વધારો અને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ ઘટાડાની વધતી અપેક્ષાઓને કારણે જોવા મળી રહ્યું છે.
સોનાના ભાવમાં વધારા પાછળનું કારણ શું છે?
અમેરિકી ડોલર ઇન્ડેક્સ 0.20 ટકા ઘટ્યો, જેના કારણે અન્ય ચલણોનો ઉપયોગ કરતા ખરીદદારો માટે સોનું સસ્તું થયું અને સલામત રોકાણ તરીકે તેની લોકપ્રિયતા વધી. ભારતમાં ભાવમાં વધારો થવા છતાં, સોનાની માંગ મજબૂત રહે છે. વિશ્લેષકો કહે છે કે, ભાવમાં વધુ વધારો થવાની આશંકાને કારણે ગ્રાહકો વધુ સોનું ખરીદી રહ્યા છે.
તેમણે કહ્યું કે, નવા સંકેતોના અભાવ અને અમેરિકી રાજકોષીય સ્થિતિને લઈ સતત ચિંતાઓને સુરક્ષિત રોકાણની માંગ મજબૂત કર્યું છે, જેના કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. તેમણે ઉમેર્યું કે, "ટ્રેડર્સ સરકાર ફરીથી ખોલવાના કોઈપણ સંકેતો પર નજીકથી નજર રાખી રહ્યા છે, તેથી નજીકના ગાળામાં સોનાના ભાવ ઊંચા રહેવાની શક્યતા છે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














