શું તમારી પાસે છે '786' નંબરની કોઈપણ નોટ? હોય તો થશે લાખો રૂપિયાની કમાણી, જાણો વિગત

જો તમારી પાસે 10, 20, 50, 100 રૂપિયા જેવી કોઈપણ નોટ હોય અને તેમાં 786 નંબર હોય તો તમે ઘરે બેસી લાખોપતિ બની શકો છો. 
 

શું તમારી પાસે છે '786' નંબરની કોઈપણ નોટ? હોય તો થશે લાખો રૂપિયાની કમાણી, જાણો વિગત

નવી દિલ્હીઃ આ કોરોના કાળ (Corona Pandemic) માં અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જે લોકોનો બિઝનેસ હતો, તે ઠપ્પ થઈ ગયો. અનેક લોકોએ નોકરી ગુમાવવી પડી છે. હવે લોકો ઘરે બેસી આવક મેળવવાનું સાધન શોધી રહ્યાં છે. જો તમે લાખોની કમાણી કરવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે છે. જો તમારી પાસે 10, 20, 50, 100 રૂપિયા જેવીવ કોઈપણ નોટ હોય અને તેમાં 786 નંબર આપવામાં આવ્યો હોય તો તમે રાતોરાત લાખોપતિ બની શકો છો. હવે તમે વિચારતા હશો કે કઈ રીતે કમાણી કરશો. મહત્વનું છે કે આવી નોટ સેલ કરવા માટે અનેક વેબસાઇટ ઉપલબ્ધ છે. 

જૂની નોટ અને કોઇનનું કલેક્શન રાખવાનો લોકોને શોખ હોય છે. આ સિવાય તેનાથી પૈસા પણ કમાઇ શકાય છે. (How to Sell 786 Note) આ નોટને કસ્ટમર્સ સેલ માટે ઈ-બે (Ebay) વેબસાઇટ પર જઈને સેલ કરી શકે છે. જો તમારી પાસે આ નોટ છે તો તત્કાલ તેને વેચવા માટે બહાર કાઢો. તમારી ભાગ્ય ચમકી જશે. 

ક્યાં વેચશો આ નોટ?
હકીકતમાં 786 નંબરને ખુબ લકી માનવામાં આવે છે. તેથી ઘણા લોકો આવી નોટ પોતાના લક તરીકે સંભાળી રાખે છે. 786 ની કોઈપણ નોટ સેલ પર વેચાશે, જેમ કે 1, 2, 5, 10, 20, 50, 100, 200, 500, 2000 રૂપિયાની નોટ. તમે આ વેબસાઇટ  Ebay પર જઈને પોસ્ટ કરી દો અને તેના ભાવ તમારા અનુસાર લિસ્ટ કરી દો. 

મહત્વનું છે કે  Ebay વેબસાઇટ પર પસંદગીની નોટોની બોલી લગાવવામાં આવે છે. તેમાં કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. જ્યારે તમે સેલ પર લગાવશો, તો તે 786 નોટની બોલી લગાવી શકે છે. તમને તેના દ્વારા 3 લાખ રૂપિયાનો ફાયદો થશે. 

786 નંબરની નોટને આ રીતે વેચો
1. તે માટે તમારે પહેલા www.ebay.com પર લોગ ઓન કરવું પડશે.
2. હોમપેજ પર રજીસ્ટ્રેશન પર ક્લિક કરો અને ખુદને એક વિક્રેતાના રૂપમાં રજીસ્ટર્ડ કરો. 
3. તમે તમારી નોટનો ફોટો પાડો અને સાઇટ પર અપલોડ કરો. Ebay તમારી એડને તે લોકોને દેખાડશે જે જૂની નોટ અને કોઇન ખરીદવા માટે વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યાં છે. 
4. નોટ ખરીદવા માટે જે લોકો ઉત્સુક હશે, તે તમારી એડ જોશે અને તમારો સંપર્ક કરશે. તમે તમારી નોટ તેને વેચી શકો છો. પૈસા તમારા એકાઉન્ટમાં આવી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news