ઘરે બેઠા વેચો પેટ્રોલ-ડીઝલ, દર મહિને થશે બંપર કમાણી, જાણો બિઝનેસ શરૂ કરવાની પ્રોસેસ
ગ્રોસરી, કપડાં, જૂતા, ઈલેક્ટ્રોનિક્સ આઈટમો તો ઠીક હવે ઘરે બેઠા તમે પેટ્રોલ-ડીઝલ પણ મેળવી શકો. પેટ્રોલ ડીઝલ ઓનલાઈન વેચાણ કરીને તગડી કમાણી કરી શકાય છે. જાણો વિગતો.
Trending Photos
ડિજિટલ દુનિયામાં લોકોને બધુ ઘરે બેઠા જોઈએ છે. પછી ભલે તે ખાવા પીવાની વસ્તુ હોય કે પૂજાનો સામાન, કેટરિંગ સર્વિસ કે પછી સલૂન સર્વિસ. આ યાદીમાં હવે પેટ્રોલ ડીઝલની ડિલિવરી પણ આવી ગઈ છે. દેશમાં વધતી ગાડીઓની સંખ્યાને જોતા પેટ્રોલ-ડીઝલની ડિમાન્ડ અને કિંમત પણ વધી રહી છે. આવામાં તમે ઓછા સમયમાં સારા પૈસા કમાવવા માટે ડોર ટુ ડોર પેટ્રોલ ડીઝલના વેચાણનો બિઝનેસ શરૂ કરી શકો છો.
2016 પહેલા મંજૂરી નહતી
વર્ષ 2016 સુધી ઓનલાઈન પેટ્રોલ-ડીઝલના વેચાણની મંજૂરી નહતી. ત્યારબાદ સરકારે તેની મંજૂરી આપી દીધી. આ બિઝનેસનો નવો આઈડિયા છે. તેમાં હાલ કોમ્પિટિશન ઓછી છે. આ બિઝનેસ શરૂ કરવામાં કેટલો ખર્ચો આવશે અને શું પ્રોસેસ હશે કેટલી કમાણી થશે તે વિગતો જાણો.
કેટલો ખર્ચો
ઓનલાઈન પેટ્રોલ-ડીઝલનો બિઝનેસ શરૂ કરવા માટે તમને ગભગ 12 થી 15 લાખ રૂપિયાની જરૂર પડશે. તમે આ બિઝનેસ માટે સરળતાથી બેંકમાંથી લોન લઈ શકો છો. મુદ્રા લોન દ્વારા પણ તમને 10 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. સરકાર આ લો સ્ટાર્ટઅપ કે બિઝનેસ શરૂ કરવા માટે આપે છે.
કેવી રીતે શરૂ થશે બિઝનેસ
આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે ઓઈલ કંપનીઓ પાસે પોતાની પ્રોડક્ટ ડિટેલ સબમિટ કરવી પડશે. જો કંપનીઓને તમારી ઓફર પસંદ પડી તો તેઓ તમે આ બિઝનેસની મંજૂરી આપશે. તમારે બિઝનેસ માટે એક મોબાઈલ એપ કે વેબસાઈટ બનાવવાની રહેશે. જેથી કરીને ઓનલાઈન ઓર્ડર લઈ શકો.
કેટલું વેચી શકો પેટ્રોલ- ડીઝલ
ઓનલાઈન પેટ્રોલ ડીઝલ વેચવા માટે એક લિમિટ નક્કી કરેલી છે. એક ઈન્ડિવિજ્યુઅલ મેક્સિમમ 300 લીટર પેટ્રોલ અને 25000 લીટર ડીઝલ ઓનલાઈન વેચી શકે. તેનાથી વધુ ઓર્ડર તમે લઈ શકો નહીં. પેટ્રોલ-ડીઝલની હોમ ડિલિવરના બિઝનેસમાં કમાણી ઓર્ડર પર ડિપેન્ડ કરે છે. જો મહિનામાં 10 થી 20 ઓર્ડર મળે તો તમે દર મહિને 5 થી 6 લાખ રૂપિયાની કમાણી કરી શકો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે