જો ભારતમાં iPhone બનાવ્યો તો... Donald Trumpની Appleને ખુલ્લેઆમ ધમકી
Donald Trump on Apple: ભારત સાથે સારા સંબંધો ડોનાલ્ડ ટ્રમ્પ બગાડી રહ્યાં છે. હવે એપલ પર ટેરિફ બોમ્બ ફોડવાની ધમકી આપતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો તેઓ ભારતમાં કે અન્ય કોઈ દેશમાં iPhone બનાવે છે, તો તેમને ઓછામાં ઓછા 25% ટેરિફનો સામનો કરવો પડશે.
Trending Photos
Apple Iphone: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતમાં એપલ આઈફોનના ઉત્પાદનના નિર્ણય પર ગુસ્સામાં છે. આ પહેલા પણ Appleને ચેતવણી આપી હતી, હવે તેમણે ખુલ્લી ધમકી આપી છે. ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને કડક ચેતવણી આપતા કહ્યું કે જો તેઓ ભારતમાં iPhone બનાવશે તો તેમને ટેરિફનો સામનો કરવો પડશે.
Donald Trumpની ટિમ કૂકને ધમકી
અમેરિકન રાષ્ટ્રપતિએ ભારતમાં આઇફોનના ઉત્પાદન પર નારાજગી વ્યક્ત કરી અને ટ્રુથ સોશિયલ પર પોસ્ટ લખીને ધમકી આપી છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે મેં એપલના ટિમ કૂકને પણ આ વાત અગાઉ સમજાવી હતી. તેમણે લખ્યું કે અમેરિકામાં વેચાણ થતા આઇફોન અમેરિકામાં બનાવવામાં આવશે, ભારતમાં કે અન્ય કોઈ દેશમાં નહીં. જો આવું નહીં થાય તો એપલે ઓછામાં ઓછા 25 ટકા ટેરિફ અમેરિકામાં ચૂકવવા પડશે.
5 માંથી એક આઇફોન મેડ ઇન ઇન્ડિયા છે
આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પે કોઈ દેશ કે કંપનીને ટેરિફની ધમકી આપી હોય. તેમણે અગાઉ પણ એપલને ભારતમાં તેનું ઉત્પાદન બંધ કરવા કહ્યું હતું, પરંતુ કંપનીએ તેને ખૂબ ગંભીરતાથી લીધું ન હતું. તમને જણાવી દઈએ કે દર પાંચમાંથી એક આઇફોન એપલ ભારતમાં એસેમ્બલ કરે છે. એટલે કે, કંપની ભારતમાં તેના કુલ આઇફોન ઉત્પાદનના લગભગ 20% ઉત્પાદન કરે છે.
કંપની ભારતમાં તેની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે સતત રોકાણ કરી રહી છે. તેને 20% થી વધારીને 60% કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે એપલનું મુખ્ય ઉત્પાદન કેન્દ્ર ચીનમાં છે, પરંતુ ટેરિફ અનિશ્ચિતતા વધ્યા પછી તે ત્યાંથી ભારત સહિત અન્ય દેશોમાં શિફ્ટ થવાની યોજના બનાવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે