આર્કિટેક્ચરનો ઉત્તમ નમૂનો છે અમદાવાદની હોટલ, જાણો કેવી છે સુવિધાઓ

અમદાવાદમાં સૌપ્રથમ આઉટડોર રૂફટોપ સ્વિમિંગ પૂલની સુવિધા ધરાવે છે. હોટેલમાં બે ડાઈનિંગ આઉટલેટ્સ છે. વેવ, જે સમગ્ર દિવસ ખુલ્લી રહેતી ડાઈનિંગ રેસ્ટોરાં છે જેમાં ભારતીય, દક્ષિણ-પૂર્વીય એશિયન તથા પશ્ચિમી ફૂડ ઉપલબ્ધ બનાવવામાં આવે છે

આર્કિટેક્ચરનો ઉત્તમ નમૂનો છે અમદાવાદની હોટલ, જાણો કેવી છે સુવિધાઓ

અમદાવાદ: વૈશ્વિક હોસ્પિટાલિટી ચેઈન હિલ્ટન((NYSE: HLT)એ શુક્રવારે અમદાવાદમાં તેની ડબલટ્રી બાય હિલ્ટન હોટેલના પ્રારંભની જાહેરાત કરી હતી. હિલ્ટન ભારતમાં સતત પોતાના પોર્ટફોલિયોમાં વધારો કરી રહ્યું છે. ભારતના સૌપ્રથમ વૈશ્વિક હેરિટેજ સિટીમાં સરખેજ-ગાંધીનગર હાઈવે પાસે આવેલી  આ હોટેલ શહેરનો સુંદર નજારો પૂરો પાડે છે. ડબલટ્રી બાય હિલ્ટન અમદાવાદ, એ હાઈરાઈઝ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડનું એકમ છે જેનું સંચાલન હિલ્ટન દ્વારા કરાય છે.

હિલ્ટન ઈન્ડિયાના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ તથા કન્ટ્રી હેડ નવજિત આહલુવાલિયાના જણાવ્યાં અનુસાર કારોબાર અને વેપાર માટે અમદાવાદ અત્યંત મહત્વનું શહેર છે. અહીં પ્રથમ ડબલટ્રી બાય હિલ્ટનની પ્રથમ હોટેલના પ્રારંભ દ્વારા અમારી હાજરી સ્થાપિત કરીને અમે આનંદની લાગણી અનુભવી રહ્યાં છીએ. હાઈરાઈઝ હોસ્પિટાલિટી સાથે જોડાણ કરીને અમે ખુશી અનુભવી રહ્યાં છીએ. દેશમાં હિલ્ટનના વૈશ્વિક કક્ષાની બ્રાન્ડ્સના પોર્ટફોલિયોનું વિસ્તરણ થઈ રહ્યું છે ત્યારે અમે અમારા મહેમાનોને અનોખો અનુભવ અને ઉમળકાભરી મહેમાનગતિ પૂરી પાડી તેમને આવકારવા આતુર છીએ. 
hotel-hilton

એરપોર્ટથી છે આટલું અંતર
ડબલટ્રી બાય હિલ્ટન અમદાવાદ વેપારના મુખ્ય કેન્દ્રસ્થળે આવેલી છે અને ત્યાંથી શહેરના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો, બિઝનેસ ડિસ્ટ્રિક્ટ, શોપિંગ, ડાઈનિંગ અને મનોરંજનના કેન્દ્રો સુધી અવર-જવર સરળ હોવાથી મહેમાનો તેમના પ્રવાસનો પૂરતો આનંદ માણી શકશે. હોટેલ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદથી માત્ર 35 મિનિટના અંતરે આવેલી છે, જે મહેમાનો માટે અત્યંત સગવડરૂપ બની રહે છે.
hotel-hilton2

હિલ્ટન ગ્રુપની અમદાવાદમાં એન્ટ્રી
હાઈરાઈઝ હોસ્પિટાલિટીના મેનેજિંગ ડિરેક્ટર તન્મય બથવાલના જણાવ્યાં અનુસાર ડબલટ્રી બાય હિલ્ટન, અમદાવાદ એ ગુજરાત રાજ્ય, ખાસ કરીને અમદાવાદ શહેર પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ગુજરાતમાં આ અમારી બીજી પ્રોપર્ટી છે અને આગામી સમયમાં અમે વધુ હોટેલ્સ શરૂ કરવાની યોજના ધરાવીએ છીએ. હોટેલની નોંધપાત્ર વૃદ્ધિમાં ફાળો આપનાર શહેર પ્રત્યે તે આભાર વ્યક્ત કરે છે. આ હોટેલ શ્રેષ્ઠ વૈભવી રહેવાની વ્યવસ્થા, સ્માર્ટ ડિઝાઈન ધરાવતા મીટિંગ સ્થળો તથા સ્વાદિષ્ટ ફુડ અને પીણાં ઉપલબ્ધ બનાવે છે. અમે મહેમાનોને આવકારવા આતુર છીએ.

ડબલટ્રી બાય હિલ્ટનના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને ગ્લોબલ હેડ શોન મેકેટીયરના જણાવ્યાં અનુસાર અત્યંત નજીકના સમયગાળામાં ડબલટ્રી બાય હિલ્ટનની વધુ એક હોટેલ શરૂ કરવાની બાબત ભારત પ્રત્યેની અમારી લાંબાગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારતની મુલાકાતે આવતા વધુને વધુ પ્રવાસીઓ ડબલટ્રી કૂકી વેલકમની મુખ્ય બ્રાન્ડ સહિતની અમારી બેજોડ સેવા અને સુવિધાઓનો લાભ લે તે માટે અમે ઉત્સુકત છીએ.
hotel-hilton4

જાણો કેવી છે સુવિધા
ડબલટ્રી બાય હિલ્ટન અમદાવાદ ડાઈનિંગ અને એન્ટરટેઈનમેન્ટના અનેક વિકલ્પો પૂરા પાડે છે અને તે શહેરના સૌપ્રથમ આઉટડોર રૂફટોપ સ્વિમિંગ પૂલની સુવિધા ધરાવે છે. હોટેલમાં બે ડાઈનિંગ આઉટલેટ્સ છે. વેવ, જે સમગ્ર દિવસ ખુલ્લી રહેતી ડાઈનિંગ રેસ્ટોરાં છે જેમાં ભારતીય, દક્ષિણ-પૂર્વીય એશિયન તથા પશ્ચિમી ફૂડ ઉપલબ્ધ બનાવવામાં આવે છે, જ્યારે હોપ, એ કેફે સ્ટાઈલ લોબી લોન્જ છે, જેમાંથી તમે સ્નેક્સ અને બેવરેજીસ લઈ તમારી અનુકૂળતા મુજબ આરોગી શકો છો. હોટેલમાં 24 કલાકની ઈન-રૂમ ડાઈનિંગ તથા ફિટનેસ સેન્ટરની સુવિધા છે. સાત સ્યુટ સહિત 173 મોકળાશભર્યા રૂમ્સ શહેરનો રમણીય નજારો પૂરો પાડે છે, જેમાં ફ્લોરથી છત સુધીની બારીઓ ડબલટ્રી બાય હિલ્ટનની, ડબલટ્રી સ્વીટ ડ્રીમ્સ સ્લીપ એક્સપીરિયન્સ બેડિંગ જેવી મુખ્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.

મોકાના સ્થળે આવેલી આ હોટેલ કોન્ફરન્સ અને અન્ય ઈવન્ટ્સ કરવા માટે યોગ્ય સ્થાન બની રહે છે. આ હોટેલમાં 15,000 સ્ક્વેર ફીટની ઈવન્ટ સ્પેસ છે તથા તેમાં 6 કોન્ફરન્સ રૂમ્સ ઉપરાંત પિલર્સ વગરનો ગ્રાન્ડ બોલરૂમ છે જે લગ્ન, મીટિંગ્સ તથા કોન્ફરન્સ માટે શ્રેષ્ઠ છે. 10માં માળે આવેલી એક્ઝિક્યુટિવ લોન્જ સમગ્ર શહેરનું ચોમેરથી વિહંગાવલોકન પૂરું પાડે છે.

અદભુત છે આર્કિટેક્ચર
સ્ટુડિયો સિમ્બાયોસિસ દ્વારા ડિઝાઈન કરાયેલી ડબલટ્રી બાય હિલ્ટન અમદાવાદ અદભુત આર્કિટેક્ચર ધરાવે છે જે અમદાવાદના સમૃદ્ધ ઐતાહાસિક અને સાંસ્કૃતિક વારસાને રજૂ કરે છે. સાબરમતિ નદી પ્રત્યેના આદરને રજૂ કરતી આ હોટેલના બાહ્ય ભાગમાં તેના પ્રવાહોને પ્રતિબિંબિત કરાયા છે, જે સાતત્યનું પ્રતિક છે. હોટેલના પ્રવેશમાં કોલમ વગરનો બહુધારણ બીમ છે જે પ્રવેશ દ્વારની મોકળાશમાં નોંધપાત્ર વધારો કરે છે. ભવ્ય લોબી આધુનિક ઈન્ટીરિયર્સ તથા સર્પાકાર સીડીઓ જૂના યુગની સુંદરતાને દર્શાવે છે. ડબલટ્રી બાય હિલ્ટન અમદાવાદે તેના આર્કિટેક્ચર તથા ડિઝાઈન માટે બેસ્ટ હોસ્પિટાલિટી પ્રોજેક્ટ ઓફ ધ યર ઈન્ટરનેશનલ પ્રોપર્ટી એવોર્ડ સહિત સંખ્યાબંધ એવોર્ડ્સ હાંસલ કર્યા છે.
hilton-staff

109 દેશોમાં ફેલાયેલું હિલ્ટન ગ્રુપ
ડબલટ્રી બાય હિલ્ટન અમદાવાદએ હિલ્ટનની વિશ્વના 109 દેશોમાં વૈશ્વિક કક્ષાની 15 બ્રાન્ડ્સ, 5,500 હોટેલ્સ અને આશરે 8,95,000 રૂમ્સ ધરાવતા એવોર્ડ વિજેતા ગેસ્ટ-લોયાલ્ટિ પ્રોગ્રામ હિલ્ટન ઓનર્સનો પણ ભાગ છે. હિલ્ટનની પસંદગીની ચેનલ્સ દ્વારા સીધું બુકીંગ કરાવવાનું પસંદ કરતાં હિલ્ટન ઓનર્સના સભ્યો ત્વરિત લાભો મેળવી શકે છે. જેમાં ફ્લેક્સિબલ પેમેન્ટ સ્લાઈડર દ્વારા સભ્યો પોઈન્ટ્સ કે નાણાંનું કોઈ પણ કોમ્બિનેશન પસંદ કરી હોટેલમાં બુકિંગ કરાવવાની સુવિધા, અન્ય કોઈ પણ સ્થળે નહીં ઉપલબ્ધ એવા મેમ્બર્સ ડિસ્કાઉન્ટ તથા ફ્રી સ્ટાન્ડર્ડ વાઈફાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઈન્ડસ્ટ્રીમાં અગ્રણી હિલ્ટન ઓનર્સ મોબાઈલ એપના માધ્યમથી સભ્યો લોકપ્રિય ડિજિટલ ટૂલ્સનો પણ લાભ લઈ શકે છે. જેમાં હિલ્ટન ઓનર્સના સભ્યો ચેક-ઈન, રૂમની પસંદગી તથા ડિજિટલ કીની મદદથી તેમના રૂમમાં પ્રવેશ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news