નવી દિલ્હી: EDનેએ મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ આ બેંકના સહ સંસ્થાપક રાણા કપૂર અને અન્યની કુલ 2,203 કરોડ રૂપિયાની સંપત્તિઓ જપ્ત કરી છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇડી દ્વારા પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ જાહેર વચગાળાના આદેશ બાદ ડીએચએલએફના ઇડી કપિલ અને ધીરજ વાધવન બંધુઓની સંપત્તિઓ પણ જપ્ત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત એજન્સીએ કપૂરની કેટલીક વિદેશી સંપત્તિ પર પણ બેન લગાવી દીધો છે. ઇડીનો આરોપ છે કે કપૂર અને તેમના પરિવારના સભ્યો તથા અન્ય અલોકોએ બેંક દ્વારા મોટી લોન આપવા માટે લાંચ લીધી. આ લોકોએ 4300 કરોડ રૂપિયાની અપરાધની કમાણીને આમતેમ કરી દીધી. પછી આ લોન એનપીએ બની ગઇ. રાણા કપૂરને કેન્દ્રીય તપાસ એજન્સીએ મોરચામાં ધરપકડ કરી લીધી છે. હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે.  


ED એ જે સંપત્તિઓને જપ્ત કરી છે, તેમાં મુંબઇમાં સ્થિત એક બંગલો અને 6 ફ્લેટ, દિલ્હીમાં 48 કરોડ રૂપિયાની પ્રોપર્ટી, અને 5 લક્સરી કારો સામેલ છે. વિદેશી સંપત્તિઓમાં ન્યૂયોર્કમાં 1, લંડનમાં 2 અને ઓસ્ટ્રેલિયામાં સ્થિત એક કોમર્શિયલ પ્રોપર્ટી સામેલ છે. ગત અઠવાડિયે જ સ્પેશિયલ કોર્ટએ રાણા કપૂરને સીબીઆઇ દ્વારા દાખલ એક કેસમાં ધરપકડથી 11 જુલાઇના રોજ વચગાળાની રાહત આપી છે. આ મામલે રાણા કપૂર પર Avantha Group પર લાંચ લેવાનો આરોપ છે જેના અનુસાર ગ્રુપની કંપનીઓ પર 1900 કરોડ રૂપિયાની લોન કેસમાં કડકાઇ ન દાખવવા માટે 307 કરોડની લાંચ આપી હતી.


મે મહિનામાં દાખલ કરવામાં આવેલી ઇડીની ચાર્જશીટ અનુસાર રાણા કપૂરે યસ બેંકમાં પોતાનો પદનો દુરઉપયોગ કર્યો અને શૈલ કંપનીઓની મદદથી ખોટી રીતે કમાયેલા પૈસા આમતેમ કરી દીધા. ઇડીના અનુસાર રાણા કપૂરના કાર્યકાળ દરમિયાન લગભગ 30 હજાર કરોડ રૂપિયાની લોન દબાણમા6 રહી અને તેમાં પણ 20 હજાર કરોડ રૂપિયાની લોન NPA માં બદલાઇ ગઇ. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube