આજે ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં વધારો, સિંગતેલમાં સીધો 80 રૂપિયાનો વધારો
Edible Oil Price Hike : ચોમાસાની શરૂઆત થતા જ આજે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે, જાણો તેલના ભાવમાં કેટલો વધારો થયો
Trending Photos
)
Groundnut Oil Prices રાજકોટ : તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ખાદ્યતેલના વધતા ભાવને અંકુશમાં રાખવા માટે મોટા પગલા ભર્યા હતા. છતાં આજે સવાર સવારમાં ખાદ્યતેલના ભાવમાં વધારાની ખબર આવી છે. આજે સિંગતેલ, કપાસિયા તેલ, પામ તેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સિંગતેલમાં એક જ દિવસમાં 20 સહિત 5 દિવસમાં 80 રૂપિયાનો વધારો આવ્યો છે. તો પામતેલમાં 40 રૂપિયા અને કપાસિયા તેલમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. નવા ભાવ વધારાથી સિંગતેલનો ડબ્બાનો ભાવ 2430 રૂપિયા પર પહોંચી ગયો છે. માર્કેટમાં ભારે લેવાલી ન હોવા છતાં ભાવમાં વધારો થતા આશ્ચર્ય સર્જાયું છે. પામ, સોયાબીન, સૂર્યમુખી સહિતના તેલની આયાત મામલે બેઝિક ડ્યુટીમાં ઘટાડો છતાં ભાવમાં વધારો આશ્ચર્યજનક વધારો નોંધાયો છે.
સરકારે ડ્યુટી ઘટાડી, તો કેમ વધ્યા ભાવ
જુન મહિનાની શરૂઆતમાં જ ભારત સરકારે મોંઘવારી ઘટાડવા માટે એક મોટું પગલું ભર્યું હતું. ખાદ્ય તેલના ભાવ ઘટાડવા માટે કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધી હતી. કેન્દ્ર સરકારે ક્રૂડ પામ તેલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી અડધી કરી દીધી છે. અગાઉ, આ તેલ પર 20 ટકા ડ્યુટી લાગતી હતી, જે હવે ઘટાડીને 10 ટકા કરવામાં આવી હતી.
આ નિયમ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો
ભારત તેની સ્થાનિક ખાદ્ય તેલની જરૂરિયાતના 50 ટકાથી વધુ આયાત કરે છે. એક સૂચના જાહેર કરવામાં આવી હતી અને તે તાત્કાલિક અસરથી અમલમાં આવી છે. ક્રૂડ પામ તેલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પર અસરકારક આયાત ડ્યુટી (મૂળભૂત કસ્ટમ ડ્યુટી અને અન્ય ડ્યુટી) હવે 16.5 ટકા રહેશે. જ્યારે પહેલા તે 27.5 ટકા હતી. રિફાઇન્ડ તેલ પર અસરકારક ડ્યુટી 35.75 ટકા રાખવામાં આવી છે.
રિટેલ તેલના ભાવ ઘટાડવામાં આવશે તેવું જણાવાયું હતું
કેન્દ્ર સરકારના આ નિર્ણયની પ્રશંસા કરતા, સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (SEA) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.વી. મહેતાએ જણાવ્યું હતું કે આનાથી સ્થાનિક ઉદ્યોગને તેની રિફાઇનિંગ ક્ષમતાનો ઉપયોગ કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે આ પગલાથી ખાદ્ય તેલના છૂટક ભાવ ઘટાડવામાં પણ મદદ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














