)
Multibagger Stock: મલ્ટીબેગર એફએમસીજી કંનપી એલીટકોન ઈન્ટરનેશનલ લિમિટેડના શેર બુધવારે એક્સ-ડિવિડન્ડ તરીકે ટ્રેડ થયા. મહત્વનું છે કે કંપનીએ ચાલુ નાણાકીય વર્ષમાં વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. આ ડિવિડન્ડ 1 રૂપિયાની ફેસવેલ્યુ પર આપવામાં આવશે. કંપનીના બોર્ડે આ નિર્ણયને 5 નવેમ્બરની બેઠકમાં મંજૂરી આપી હતી. ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ 12 નવેમ્બર જાહેર કરવામાં આવી હતી, એટલે કે આ તારીખે જે રોકાણકારો પાસે કંપનીના શેર હશે તે ડિવિડન્ડના હકદાર હશે. આજે શરૂઆતી કારોબારમાં શેરમાં સામાન્ય ઘટાડો થયો હતો. કારોબાર દરમિયાન આ શેર 145.70 રૂપિયા પર આવી ગયો હતો.
નાના રોકાણકારોને કરોડપતિ બનાવ્યા
એફએમસીજી કંપની એલીટકોન ઈન્ટરનેશન લિમિટેડે પાછલા એક વર્ષમાં ચોંકાવનારૂ રિટર્ન આપ્યું છે. કંપનીના સ્ટોકે લગભગ 11000% નું જબરદસ્ત રિટર્ન આપ્યું છે. આ દરમિયાન તેની કિંમત 1 રૂપિયાથી વધી વર્તમાન કિંમત સુધી પહોંચી છે. એટલે કે એક વર્ષ પહેલા 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યુ 1.1 કરોડ થઈ ગઈ હોત. આ શાનદાર પ્રદર્શને એલીટકોન ઈન્ટરનેશનલ લિમિટેડને ભારતમાં સૌથી ઝડપથી આગળ વધતી મલ્ટીબેગર કંપનીમાં સામેલ કરી દીધી છે.
નફામાં 128 ટકાનો વધારો
કંપનીએ તાજેતરમાં સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2 FY26) ના પરિણામ જાહેર કર્યાં, જેમાં પ્રદર્શન આશા કરતા સારૂ રહ્યું. કંપનીનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ 20.19 કરોડ રહ્યો, જે પાછલા વર્ષના તમાન ક્વાર્ટરના 8.84 કરોડની તુલનામાં 128 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. તેની ઓપરેટિંગ ઇનકમ 504.89 કરોડ રહી, જે પાછલા વર્ષના 79.13 કરોડથી પાંચ ગણી વધી છે. કંપની પ્રમાણે મજબૂત વોલ્યુમ ગ્રોથ અને નવા એફએમસીજી સેગમેન્ટમાં વિસ્તારે તેની નાણાકીય સ્થિતિ મજબૂત કરી છે.
BSEમાં કંપનીનો સ્પષ્ટીકરણ રિપોર્ટ
29 સપ્ટેમ્બર, 2025 ના રોજ બીએસઈમાં દાખલ કરાયેલા સ્પષ્ટીકરણમાં, કંપનીએ જણાવ્યું હતું કે શેરમાં તીવ્ર વોલ્યુમ વધારો સંપૂર્ણપણે બજાર-આધારિત હતો. કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે તેણે તેના સંચાલન અથવા કામગીરી સંબંધિત કોઈ નવી અથવા મહત્વપૂર્ણ માહિતી છુપાવી નથી, અને બધી વિગતો પહેલાથી જ જાહેરમાં જાહેર કરવામાં આવી છે. કંપનીનો પોર્ટફોલિયો સિગારેટ, ધૂમ્રપાન ઉત્પાદનો અને સંબંધિત વસ્તુઓના ઉત્પાદન અને વેપાર પર કેન્દ્રિત છે, તેમજ FMCG શ્રેણીમાં વિસ્તરણ કરી રહ્યો છે.