EPFOને લઈ સરકારનો મોટો નિર્ણય, હવે 5 લાખ સુધી થશે એડવાન્સ ક્લેમ, 72 કલાકમાં જ ખાતામાં આવી જશે રૂપિયા

EPFO Advance Claim: હવે PF એકાઉન્ટ હોલ્ડર્સ 5 લાખ રૂપિયા સુધીના એડવાન્સ ક્લેમ કોઈપણ મેન્યુઅલ વેરિફિકેશન વિના સીધા ઉપાડી શકશે. હાલમાં જો કોઈને 1 લાખ રૂપિયાથી વધુ ઉપાડવા હોય, તો તેણે EPFO ​​ઓફિસમાં જઈને મેન્યુઅલ વેરિફિકેશન કરાવવું પડતું હતું.

EPFOને લઈ સરકારનો મોટો નિર્ણય, હવે 5 લાખ સુધી થશે એડવાન્સ ક્લેમ, 72 કલાકમાં જ ખાતામાં આવી જશે રૂપિયા

EPFO Advance Claim: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ને લઈ કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. લાખો EPFO ​​સભ્યોને મોટી રાહત આપતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે, હવે PF ખાતાધારકો કોઈપણ મેન્યુઅલ વેરિફિકેશન વિના 5 લાખ રૂપિયા સુધીના એડવાન્સ ક્લેમ સીધા ઉપાડી શકશે.

હાલમાં જો કોઈને 1 લાખ રૂપિયાથી વધુ ઉપાડવા હોય, તો તેણે EPFO ​​ઓફિસમાં જઈને મેન્યુઅલ વેરિફિકેશન કરાવવું પડતું હતું, જેના કારણે પ્રક્રિયા લાંબી થઈ જતી હતી. સરકારના આ નિર્ણય પછી હવે EPFO ​​યુઝર્સ ઈમરજન્સી અથવા જરૂરિયાતના સમયે 5 લાખ રૂપિયા સુધી ઉપાડી શકશે. પહેલા આ મર્યાદા 1 લાખ રૂપિયા હતી. EPFOએ સૌપ્રથમ કોરોના મહામારી દરમિયાન ઓટો-સેટલમેન્ટ સુવિધા શરૂ કરી હતી જેથી સભ્યોને તાત્કાલિક આર્થિક મદદ મળી શકે.

મે 2024માં મર્યાદા વધારવામાં આવી હતી
માર્ચ 2025માં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની એક્ઝિક્યુટિવ કમિટી (EC)એ ઓટો-સેટલમેન્ટ મર્યાદા (ASAC)ને વધારીને 5 લાખ રૂપિયા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. અગાઉ મે 2024માં આ મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી હતી.

EPFO enhances Auto-Settlement Limit for Advance Claims from ₹1 Lakh to ₹5 Lakh, with fast-track disbursal now within 72 hours. pic.twitter.com/MbBQGhWH5p

— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) June 24, 2025

EPFOના આ નિર્ણય પછી ઓટો-સેટલમેન્ટ ક્લેમની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો હતો. નાણાકીય વર્ષ 2023-24માં લગભગ 90 લાખ લોકોએ ઓટો-સેટલમેન્ટનો ક્લેમ કર્યો હતો. જ્યારે નાણાકીય વર્ષ 2024-25માં આ સંખ્યા વધીને લગભગ 2 કરોડ થઈ ગઈ.

EPFO ​​સભ્યો ઓટો-સેટલમેન્ટ સુવિધા હેઠળ બીમારીની સારવાર, બાળકોના શિક્ષણ, લગ્ન અથવા મકાન બનાવવા અથવા ઘર ખરીદવા જેવા મહત્વપૂર્ણ કાર્યો માટે અગાઉથી 5 લાખ રૂપિયા ઉપાડી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news