)
IPO News: શેર બજારમાં વધુ એક કંપનીનો આઈપીઓ ખુલી રહ્યો છે. આ કંપની એક્સાટો ટેક્નોલોજીસ છે. કંપનીનો આઈપીઓ 28 નવેમ્બરે ઓપન થશે. IPO ખુલતા પહેલા એક્સાટો ટેક્નોલોજીસના શેર ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં 57 ટકાના પ્રીમિયમ સાથે કારોબાર કરી રહ્યાં છે. એક્સાટો ટેક્નોલોજીનો આઈપીઓ 2 નવેમ્બર સુધી ખુલો રહેશે. કંપનીના ઈશ્યુની કુલ સાઇઝ 37.45 કરોડ રૂપિયા સુધી છે.
140 રૂપિયાનો શેર, 80 રૂપિયા પહોંચી ગયો GMP
આઈપઓમાં એક્સાટો ટેક્નોલોજીસના શેરનો ભાવ 140 રૂપિયા છે. તો ગ્રે માર્કેટમાં કંપનીના શેર 80 રૂપિયાના પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યાં છે. જો વર્તમાન ગ્રે માર્કેટ પ્રીમિયમ પ્રમાણે જુઓ તો એક્સાટો ટેક્નોલોજીના શેર 220 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. કંપનીના શેર શુક્રવાર 5 ડિસેમ્બર 2025ના લિસ્ટ થઈ શકે છે. એક્સાટોના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જના SME પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. એક્સાટો ટેક્નોલોજીસના પ્રમોટર અપૂર્વ કે સિન્હા અને સ્વાતી સિન્હા છે. આઈપીઓ પહેલા કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 75.85 ટકા છે.
2 લોટ માટે દાવ લગાવી શકે છે રિટેલ ઈન્વેસ્ટર
એક્સાટો ટેક્નોલોજીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર 2 લોટ માટે દાવ લગાવી શકે છે. આઈપીઓના 2 લોટમાં 2000 શેર છે. બે લોક માટે રિટેલ ઈન્વેસ્ટરે 2,80,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એક્સાટો ટેક્નોલોજીની શરૂઆત 2016મા થઈ હતી. એક્સાટો ટેક્નોલોજી એક કસ્ટમર ટ્રાન્સફોર્મર પાર્ટનર છે, જે ટેક્નોલોજી આધારિત સોલ્યુશન ઉપલબ્ધ કરાવે છે, જે કસ્ટરમ એન્ગેજમેન્ટ અને ઓપરેશન એફીશિએન્સીને વધારે છે. કંપની CX એન્ડ એનાલિટિક્સ, યુનિફાઇડ કોમ્યુનિકેશન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એક્સાટો IQ સહિત સર્વિસની વ્યાપક રેન્જ ઓફર કરે છે.